Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

અમે તો એટલું જ પુછેલ કે જાસુસી થઇ છે કે નહીં: વિસ્તૃત અહેવાલ નહીં

પેગેસસ મામલે સુપ્રીમની કેન્દ્રને ફટકાર

નવી દિલ્હી તા. ૧૪: સુપ્રીમ કોર્ટે સોમવારે પેગસસ જાગૃસી મામલામાં કેન્દ્રને ફટકાર લગાવેલ. સરકારે કોર્ટને જણાવેલ છે કે અમે વિસ્તૃત હલફનામુ દાખલ નથી કરી રહ્યા, જો કે અમે નિષ્પક્ષ લોકોની એક કમીટી બનાવી શકીએ છીએ, જેમાં સરકારના લોકો નહીં હોય.

આ અંગે કોર્ટે જણાવ્યું કે સંવેદનશીલ માહિતિ હલફનામામાં ન લખવામાં આવે. અમે તો ફકત એટલું જ પૂછેલ કે શું જાસુસી થયેલ? અને શું સરકારની અનુમતીથી થયેલ? આરોપ છે કે પેગેસસ દ્વારા કેટલાક ખાસ લોકોની કથીત રૂપે જાસુસી કરાયેલ. સુનાવણી દરમિયાન સોલીસીટર જનરલે કહ્યું કે જો કેટલાક લોકો પોતાની જાસુસીની શંકા વ્યકત કરી રહ્યા છે તો સરકાર તેને ગંભીરતાથી લે છે. એટલે જ કમીટી બનાવવાનું જણાવાયું છે. જે કોર્ટને પોતાનો રિપોર્ટ સોંપશે. સુપ્રીમ કોર્ટે ૧૭ ઓગસ્ટે અલગ-અલગ અરજીઓ ઉપર કેન્દ્રને નોટીસ આપતા સ્પષ્ટ કરેલ કે આ કોર્ટ નથી ઇચ્છતી કે સરકાર કોઇ એવો ખુલાસો કરે જેથી રાષ્ટ્રીય સુરક્ષામાં બાંધછોડ થાય.

(3:33 pm IST)