Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ચેન્નઇ હાઇકોર્ટે જણાવ્યુ કે

તમિલ ઇશ્વરની ભાષા : મંદીરોમાં તેનાથી થાય અભિષેક

ચેન્નઇ, તા.૧૪: તમિલને ઇશ્વરની ભાષા જણાવતા મદ્રાસ હાઇકોર્ટે કહ્યું કે, દેશભરમાં મંદિરોમાં અભિષેક, અજવાર અને નયનમાર જેવા સંતોના તમિલ ભજનોના માધ્યમથી કરવામાં આવે. કોર્ટના આદેશમાં જણાવાયુ છે કે આપણા દેશમાં આ વિશ્વાસ કરવામાં આવેલ કે ફકત સંસ્કૃત જ ઇશ્વરની ભાષા છે. માન્યતા એવી બનાવવામાં આવેલ કે ઇશ્વર અનુયાયીઓ પ્રાર્થના ત્યારે જ સાંભળશે જયારે તે સંસ્કૃત વેદોના પાઠ કરશે. કોર્ટે તમીલ ભજનોથી મંદીરોમાં અભીષેકની માંગવાળી અરજી ઉપર સુનાવણી કરી રહેલ.

(3:35 pm IST)