Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

લાલ કેળાની યુરોપ અને ખાડીના દેશોમાં વધી માંગ

પુણે તા ૧૪: લાલ ભીંડા બાદ હવે લાલ કેળા ચર્ચાનું કારણ બન્યા છે. એનર્જી બૂસ્ટર માનવામાં આવતા લાલ કેળાની  ઔષધીય ગુણ અને સ્વાદના કારણે યુરોપીય અને  ખાડીના દેશોમાં માંગ વધી રહી છે. લાલ કેળાની ખેતી ખેડૂતોની આવક પણ વધારી રહી છે.

મહારાષ્ટ્રના જલગામમાં કેળાની ખેતી માટે જીઆઇ ટેગ મળી ચુક્યો છે. જલગામથી લઇ માધ્ય પ્રદેશના બુરહાનપુર સુધી લાલ કેળાની ખેતી થતી જ હતી, પરંતુ હવે દેશના અન્ય ભાગોમાં પણ લાલ કેળાની ખેતીને  પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

કેળા અનુસંધાન કેન્દ્ર ત્રિચિના વૈજ્ઞાનીકના જણાવ્યા મુજબ લાલ કેળાની નસલ સુષ્ક જળવાયુંને અનુરૂપ છે. આ કારણે એની ખેતી પુરા દેશમાં કોઈ પણ જગ્યાએ કરી શકાય છે. વિશ્વમાં સૌથી વધુ કેળાનું ઉત્પાદન ભારતમાં થાય છે. દુનિયાભરમાં કેળાની અંદાજે ૩૦૦ નસલ છે. જેમાંથી ૧૫ - ૨૦ પ્રકારની ખેતી વધુ પ્રમાણમાં થાય છે. લાલ કેળાના વૃક્ષ ૪ થી ૫ મીટરના હોય છે. એક લૂમમાં ૮૦ થી ૧૦૦ જેટલા કેળા આવે છે. એક કેળું અંદાજે ૧૦ રૂપિયામાં વેચાય છે. જેથી આ ખેતી ફાયદેમંદ છે.

૬૧૯ કરોડની નિકાસ

વાણિજ્ય મંત્રાલય મુજબ, વર્ષ ૨૦૨૦ - ૨૦૨૧માં ભારતથી ૬૧૯ કરોડ રૂપિયાના કેળાની નીકાસ કરવામાં આવી છે. જેમાં લાલ કેળાની માત્રા વધુ નથી. કારણકે આની ખેતી મર્યાદિત માત્રામાં થાય છે. હવે તેની માંગ વધી રહી છે.

(3:35 pm IST)