Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

જે મુખ્યમંત્રી બને છે, તે ચિંતિત છે : કારણ કે તેમને ખબર નથી હોતી કે કયારે હટાવવામાં આવશે : નીતિન ગડકરી

રાજસ્થાનના જયપુરમાં એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રીનું નિવેદન

નવી દિલ્હી,તા.૧૪:  કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અવારનવાર પોતાના સ્પષ્ટ નિવેદનો માટે સમાચારોમાં રહે છે. સોમવારે રાજસ્થાનના જયપુરમાં એક કાર્યક્રમ દરમિયાન નીતિન ગડકરીએ ફરી કંઈક એવું કહ્યું જેની ચર્ચા થઈ રહી છે. નીતિન ગડકરીએ કહ્યું કે જેઓ મુખ્યમંત્રી બને છે, તેઓ ચિંતિત છે કારણ કે તેમને ખબર નથી હોતી કે કયારે હટાવવામાં આવશે. ખાસ વાત એ છે કે નીતિન ગડકરીનું આ નિવેદન ત્યારે આવ્યું છે જયારે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે શપથ લઈ રહ્યા હતા. ભાજપે વિજયભાઈ રૂપાણીને મુખ્યમંત્રી પદેથી હટાવી દીધા છે અને તેમના સ્થાને ભૂપેન્દ્રભાઈ પટેલને લાવવામાં આવ્યા છે.

નીતિન ગડકરીએ રાજસ્થાન વિધાનસભા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે અહીં કહ્યું કે રાજકારણનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનો છે, પરંતુ આજકાલ તેને માત્ર સત્ત્।ા પડાવી લેવા સાથે જોડીને જોવામાં આવી રહ્યો છે. લોકશાહીનું મુખ્ય લક્ષ્ય સમાજના છેલ્લા વ્યકિતને લાભ આપવાનું છે.

નોંધપાત્ર બાબત એ છે કે, તાજેતરના સમયમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દ્યણા મુખ્યમંત્રીઓ અચાનક બદલાયા છે. પહેલા તીરથ સિંહ રાવતને ઉત્ત્।રાખંડમાં ત્રિવેન્દ્ર સિંહ રાવતના સ્થાને લાવવામાં આવ્યા હતા, બાદમાં તેમને પણ બદલીને પુષ્કર સિંહ ધામી કરવામાં આવ્યા હતા. પછી કર્ણાટકમાં બી.એસ. યેદિયુરપ્પાની જગ્યાએ બસવરાજ બોમ્માઇને લાવવામાં આવ્યા હતા અને હવે ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીની જગ્યાએ ભૂપેન્દ્રભાઈ પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તે જ સમયે, આસામમાં ચૂંટણીઓ બાદ, આ વખતે સર્બાનંદ સોનોવાલને બદલે મુખ્યમંત્રી તરીકે હિમંત બિસ્વા સરમાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

(4:06 pm IST)