Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

નરેન્દ્રભાઇ ન્યુયોર્કમાં : યુએન જનરલ એસેમ્બલી ૭૬માં સેશનને ૨૫ સપ્ટેમ્બરે ન્યુયોર્ક સંબોધશે

નવી દિલ્હી,તા. ૨૪ : સપ્ટેમ્બર ૨૪ના દિવસે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન કવોડા નેતાઓની પહેલી બેઠકની યજમાની વ્હાઇટ હાઉસ ખાતે કરશે. વ્હાઇટ હાઉસમાં બાઇડેન ઓસ્ટ્રેલીયન વડાપ્રધાન સ્કોર મોરીસન, ભારતીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને જાપાનના વડાપ્રધાન યોશીહીદે સુગાનું સ્વાગત કરશે. કવાડના નેતાઓ સંબંધો મજબૂત બનાવવા અને કોરોના સામે લડવા જેવા મુદ્દાઓ ઉપરાંત વાતાવરણમાં ફેરફારો, ટેકનોલોજી અને સાયબર સ્પેસમાં ભાગીદારી તથા ફ્રી અને ઓપન ઇન્ડો પેસીફીકને પ્રોત્સાહન જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.

(4:09 pm IST)