Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

લગ્નમાં જતાં પહેલા આ કાર્ડ વાંચી લેજોઃ જેવી ગિફટ આપી હશે તેવું ખાવાનું મળશે

૫૧-૧૦૧ના જમાના ગયાઃ જોઈ લો નિમંત્રણ કાર્ડની અજીબોગરીબ શરતો લગ્નમાં હાજર રહેનારા મહેમાનોને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા

નવી દિલ્હી, તા.૧૪: તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક કાર્ડ ચર્ચાનો વિષય બન્યું છે. હકીકતમાં જોઈએ તો, આ કાર્ડમાં લગ્નમાં હાજર રહેનારા મહેમાનો માટે વિચિત્ર પ્રકારની શરતો રાખવામાં આવી છે. જેને સાંભળીને આપ પણ હેરાન રહી જશો, કે આખરે કોઈ વ્યકિત આવી તે કેવી શરતો રાખી શકે. હવે આપને જણાવી દઈએ કે, આખરે લગ્નના આ કાર્ડમાં શું લખ્યુ છે, જે આટલુ વાયરલ થઈ રહ્યુ છે.

કાર્ડમાં લખેલી શરતોના કારણે તે વાયરલ થઈ રહ્યુ છે. હકીકતમાં જોઈએ તો, કાર્ડમાં લખેલુ છે તે પ્રમાણે લગ્નમાં હાજર રહેનારા મહેમાનને તેમની ગિફ્ટના હિસાબે ડિનર આપવામાં આવશે. કાર્ડમાં આગળ લખ્યુ છે કે, ખાવામાં જેટલી પણ આઈટમો હશે તો ગિફ્ટની કિંમતના આધારે વહેંચવામાં આવશે. જે જેવી ગિફ્ટ આપશે, તેના આધારે તેને ખાવાનું મળશે.

આ લગ્નમાં હાજર રહેનારા મહેમાનોને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. પ્રથમ કેટેગરીમાં લવિંગ ગિફ્ટ- આ કેટેગરીના લોકોને ૨૫૦ ડોલર એટલે કે ૧૮૦૦૦ રૂપિયાની કિંમતનું ગિફ્ટ લાવવાનું રહેશે. આ કેટેગરીમાં સિલ્વર ગિફ્ટ- આ કેટેગરીમાં આવતા લોકો ૩૬૦૦૦ રૂપિયાની ગિફ્ટ લાવવાની રહેશે. આ લોકો રોસ્ટેડ ચિકન અથવા સ્વોર્ડફિશની સાથે પકાવેલુ સેલ્મન અને કપાયેલ સ્ટેક પિરસવામાં આવશે. ત્રીજી કેટેગરી છે. ગોલ્ડન ગિફ્ટ- આ કેટેગરીના લોકોને ગિફ્ટ પર ૭૩,૦૦૦ રૂપિયા ખર્ચ કરવાના રહેશે અને તેમને લોબસ્ટર ટેસ્લ અને ફિલે મિગ્લોન્સ પિરસવામાં આવશે. અંતિમ કેટેગરી છે પ્લેટેનિયમ ગિફ્ટ- આ કેટેગરીમાં આવતા લોકોને પોણા બે લાખ રૂપિયાની ગિફ્ટ લાવવાની રહેશે આ લોકોને ઉપરની ત્રણેય કેટેગરીમાં પિરસવામાંઆવતા ભોજન ઉપરાંત શેમ્પેઈન અને લોબસ્ટર પણ પિરસવામાં આવશે.

જો કે આ કાર્ડ સાચુ છે કે, ખોટુ તે હજૂ સુધી લોકો નક્કી કરી શકયા નથી. પણ સો. મીડિયા યુઝર્સ તેના પર ભરપૂર કમેન્ટ કરી રહ્યા છે. એક યુઝર્સે લખ્યુ છે કે, ૨૫૦૦ ડોલર ખર્ચીને આયર્લેન્ડ ફરવાનું અને ત્યાં સમય પસાર કરવાનું પસંદ કરીશ. તો વળી અમુક લોકોએ આ કાર્ડને ફેક ગણાવ્યું હતું.

(4:11 pm IST)