Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

પહેલા સમગ્ર દેશમાં વયસ્કો સુધી રસી પહોંચાડીશુઃ બૂસ્ટર ડોઝને લઇને કોઇ ચર્ચા નથી

ICMR ડાયરેકટર જનરલ ડો. બલારામ ભાર્ગવની બૂસ્ટર ડોઝ અંગે સાફ વાત

નવી દિલ્હી, તા.૧૪: ICMRના ડાયરેકટર જનરલ ડો. બલરામ ભાર્ગવએ એક ન્યૂઝ ચેનલની સાથેની વાતચીતમાં રસીના બૂસ્ટર શોર્ટ અંગે જણાવ્યું કે એક સમય પર એક કામ થવું જોઈએ. પહેલા અમે રસીકરણને સમગ્ર એડલ્ટ વસ્તી સુધી પહોંચાડીશું. આ સમયે સાર્વજનિક સ્વાસ્થ્યને લઈને થઈ રહેલી ચર્ચામાં બૂસ્ટર ડોઝને લઈને કોઈ ચર્ચા નથી. તેમણે કહ્યું કે દરેકે રસીના તમામ ડોઝ લેવા જોઈએ અને રસી ૨ ડોઝની છે.ડો. ભાર્ગવે દેશમાં ૭૫ કરોડ રસીના ડોઝ અપાવાના પ્રસંગ પર આનંદ વ્યકત કરતા કહ્યું કે એક શાનદાર ઉપલબ્ધિ છે અને તેનું સેલિબ્રેશન થવું જોઈએ. તેમણે કહ્યું કે દેશમાં ૭૫ કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાં ૬૦ ટકા લોકો એવા છે જ્યાં એક ડોઝ લગાવવામાં આવ્યા છે. ૨૦ ટકા લોકોએ બન્ને  ડોઝ લીધા છે અને આ અંતર પણ જલ્દી ભરાઈ શકે છે. તેમણે કહ્યું કે આ સમય પર આધાર રાખે છે કે રસીની ઉપલબ્ધતા કેટલી છે અને બીજુ લોકોમાં રસીકરણને લઈને કોઈ પ્રકારની શંકા નહોવી જોઈએ.

બાળકોના રસીકરણ અંગે તેમણે કહ્યું કે સ્ટાફનું સંપૂર્ણ રસીકરણ થવું જોઈએ. એસઓપીનું પાલન થવું જોઈએ અને બીજા બાળકોને કોરોના સંક્રમણ અંગે  જણાવી જાગૃત કરવા જોઈએ. સ્કૂલ ખોલવાની આ યોગ્ય રીત છે. બાળકો માટે ઝાયડસ કેડિલાની રસી અંગે ડો. ભાર્ગવે કહ્યું કે બ્રિટનનું એક સારું ઉદાહરણ આપણી સામે છે. તેમણે રસીકરણ માટે આયુવર્ગને પહેલા કેટલાક અઠવાડિયા સુધી ૧૮થી ૧૭ વર્ષ સુધી રાખ્યા અને કેટલાક અઠવાડિયા બાદ ૧૭થી ૧૬ કરી દીધા. આ એક સારો દાખલો છે. આપણે આને શીખી શકીએ છીએ અપનાવી શકીએ છીએ.

તેમણે કહ્યું કે હાલના સમયે અમે ૯૪ કરોડની પૂરી એડલ્ટ વસ્તીનું રસીકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. અમે ૭૫ કરોડ લોકોને રસીનો પહેલો ડોઝ આપી દીધો છે. એક વાર રસીકરણની આ સ્પીડ થોડાક મહિના હજું ચાલશે તો અમે અમારા ટાર્ગેટ સુધી પહોંચી જઈશું. તે બાદ અમે નાના ઉંમરના વર્ગનો નિર્ણય લઈ શકીએ છીએ.

(4:13 pm IST)