Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

રામ જન્મભૂમિ પરિસરમાં હશે ૬ અલગ દેવી દેવતાઓના મંદિર

સૂર્ય, ગણેશ, શિવ, દુર્ગા, વિષ્ણુ અને બ્રહ્માને સમર્પિત હશે

અયોધ્યા તા ૧૪: અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર પરિસરમાં ૬ અલગ અલગ દેવતાઓને સમર્પિત મંદિર હશે. રામ મંદિર નિર્માણ સમિતિના કહેવા મુજબ ૬ મંદિરોમાં સૂર્ય, ગણેશ, શિવ, દુર્ગા, વિષ્ણુ અને બ્રહ્માને સમર્પિત હશે.

રામ મંદિર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાના જણાવ્યા અનુસાર, દેવતાઓના આ ૬ મંદિર રામ મંદિરની બહારની પરિધીની સાથે સાથે પરિસરની અંદર બનાવવામાં આવશે. ભગવાન રામની પૂજાની સાથે સાથે આ દેવતાઓની પૂજા પણ હિન્દૂ ધર્મમાં મહત્વનું સ્થાન ધરાવે છે.

રામ મંદિરના પાયાનું નિર્માણ ઓકટોબરના અંત સુધીમાં અથવા નવેમ્બરના -થમ સપ્તાહ સુધીમાં પૂર્ણ થઇ જશે. મંદિર પરિસરમાં ચાર અલગ અલગ સ્થહનો પર મંદિરની સંરચનામાં પથ્થરોની ઓન સાઈટ સેટિંગ માટે ચાર ટાવર ક્રેન લગાવવામાં આવશે. મિશ્રાએ જણવ્યું કે, ૧,૨૦,૦૦૦ વર્ગ ફુટ અને ૫૦ ફૂટ ઊંડા ખાડા ખોદવામાં આવ્યા, પાયાના ક્ષેત્રને ઓકટોબર અંત સુધીમાં પૂરું કરી લેવાની આશા છે.

  પાયાને સમુદ્ર તળથી ઉપર લાવવા માટે ૪ અન્ય લેયર બનાવાશે

મંદિર ટ્રસ્ટે પાયાને સમુદ્ર તળથી ઉપર લાવવા માટે પાયાના ક્ષેત્ર પર ૪ અન્ય લેયર બનાવવાનો નિર્ણય કર્યો છે. પહેલા ફાઉન્ડેશનમાં એન્જીનીયર ફીલ મટીરીયલનો ૪૪ લેયર ઉપયોગ કરવામાં આવે છે. હવે તેને વધારી ૪૮ લેયર કરી દેવામાં આવ્યા. અત્યાર સુધી સિમેન્ટનો ઉપયોગ એન્જીનીયરીંગ ફિલ્ડ સામગ્રીમાં કરવામાં નહોતો આવતો. પરંતુ પથ્થરની ધૂળ અને ફ્લાઈ એશનો ઉપયોગ કરવામાં આવતો હતો.

મંદિરમાં સિમેન્ટનો થશે ઓછો ઉપયોગ

રામજન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયના પ્રમાણે, સિમેન્ટ વધુ ગરમી ઉત્પન્ન કરે છે જેના કારણે વાતાવરણમાં ગરમી વધશે. તેનાથી બચવા માટે મંદિર નિર્માણમાં સિમેન્ટનો ઓછો ઉપયોગ કરવામાં આવશે. રામ મંદિરના સુપર સ્ટ્રકચરના આધારનું નિર્માણ મિર્જાપુરના ૩.૫ લાખ ઘનફૂટ પથ્થરોથી કરવામાં આવશે. મિર્જાપુર સ્થિત ૨ ખાનગી કંપનીઓને પથ્થરોના કટિંગ માટેની  જવાબદારી આપવામાં આવી છે. મિર્જાપુરમાં લગભગ ૧૦ થી ૧૨ કલાક વીજળીની આપૂર્તિના કારણે પથ્થર કટિંગની ગતિ ધીમી પડી ગઈ છે.

(4:15 pm IST)