Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

ભારતીય પોસ્‍ટ વિભાગમાં ટપાલ સહાયક-સોર્ટિંગ સહાયક-પોસ્‍ટમેન-મેઇલ ગાર્ડ-મલ્‍ટી ટાસ્‍કીંગ સ્‍ટાફની ભરતી કરાશે

ધો.12 અથવા સમક્ષ પરિક્ષા તેમજ કોમ્‍પ્‍યુટરને તાલીમ લેનારને તક

નવી દિલ્હીઃ અરજી કરવા માટે આ તમામ વાતો ધ્યાનમાં રાખો. પોસ્ટમાં નોકરી કરવાની યોજના બનાવી રહેલા યુવાનો માટે સુવર્ણ તક છે. આ (India Post Recruitment 2021) માટે તેલંગણા સર્કલ માટે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ પોસ્ટલ આસિસ્ટન્ટ, સોર્ટિંગ આસિસ્ટન્ટ, પોસ્ટમેન, મેઇલ ગાર્ડ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ના પદ (India Post Recruitment 2021) માટે અરજી મંગાવવામાં આવી છે.

ભારતીય પોસ્ટમાં રસ ધરાવતા અને લાયક ઉમેદવારો જે આ પદ (India Post Recruitment 2021) માટે આવેદન કરવા ઈચ્છે છે તે India Post ની સત્તાવાર વેબસાઈટ indiapost.gov.in પર જઈને અપ્લાય કરી શકે છે. આ પદો (India Post Recruitment 2021) અરજી કરવાની છેલ્લી તારીખ 24 સપ્ટેમ્બર છે.

આ સિવાય ઉમેદવારો સીધી આ લિંક પર https://tsposts.in/sportsrecruitment/  ક્લિક કરી ડાઉનલોડ કરીને આ પદો (India Post Recruitment 2021) માટે અપ્લાય કરી શકો છો. સાથ જ આ લિંક https://tsposts.in/sportsrecruitment/Notifications થી નોટીફિકેશન જોઈ શકશો. આ ભર્તી (India Post Recruitment 2021) પ્રક્રિયા અંતર્ગત કુલ 55 પદ ભરવામાં આવશે. એટલે કે 55 પદ માટે પોસ્ટમાં નોકરી છે.

મહત્વ પૂર્ણ તારીખો:

અપ્લાય કરવાની તારીખ- 16 ઓગસ્ટ

અપ્લાય કરવાની છેલ્લી તારીખ - 24 સપ્ટેમ્બર

ખાલી જગ્યાની વિગત:

ટપાલ સહાયક / સોર્ટિંગ સહાયક

પોસ્ટમેન / મેઇલ ગાર્ડ

મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ  (MTS)

India Post Recruitment 2021 માટે પાત્રતા માપદંડ:

પોસ્ટલ આસિસ્ટન્ટ/ સોર્ટિંગ આસિસ્ટન્ટ- ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી 12માં ધોરણ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ. ઉમેદવારોએ કેન્દ્ર સરકાર / રાજ્ય સરકાર / યુનિવર્સિટી / બોર્ડ વગેરે પાસેથી માન્ય કમ્પ્યુટર તાલીમ પ્રમાણપત્રમાંથી મૂળભૂત કમ્પ્યુટર તાલીમનું પ્રમાણપત્ર બનાવવાનું રહેશે. મલ્ટી-ટાસ્કિંગ સ્ટાફ- ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડ અથવા યુનિવર્સિટીમાંથી ધોરણ 10 કે તેની સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ. ઉપરાંત, સંબંધિત રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સ્થાનિક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.

અરજી કરવા માટેની ફી:

ઉમેદવારોએ અરજી ફી તરીકે 200 ચૂકવવા પડશે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારોની પસંદગી શૈક્ષણિક અને રમતગમત મેરિટના આધારે નિર્ધારિત શરતોની પરિપૂર્ણતાને આધીન રહેશે.

(5:01 pm IST)