Gujarati News

Gujarati News

News of Tuesday, 14th September 2021

અમરાવતીની વર્ધા નદીમાં નાવ પલટી જતાં ૧૧ ડૂબ્યા

પરિવાર દશક્રીયા વિધિ માટે ગડેગાંવ આવ્યો હતો : વહીવટીતંત્ર દ્વારા ગોતાખોરોની મદદથી રેસ્ક્યુ ઑપરેશન જારી તેમજ એક જ પરિવારના લોકો નાવમાં સવાર હતા

અમરાવતી, તા.૧૪ : મહારાષ્ટ્રના અમરાવતીમાં નાવ પલટવાના કારણે ભયંકર ઘટના ઘટી છે. કુલ ૧૧ લોકો ડૂબી ગયા હતા. જેમાંથી ત્રણના મૃતદેહ મળી આવ્યા છે. બાકી લોકો લાપતા છે. જેનો હજુ કોઈ પુરાવો નથી. ઘટના અમરાવતીમાં આવેલી વર્ધા નદીમાં થઈ. હાલ વહીવટીતંત્ર દ્વારા ગોતાખોરોની મદદથી રેસ્ક્યુ ઑપરેશન ચલાવાઈ રહ્યું છે. ઘટના સવારે લગભગ ૧૦ વાગે બની હતી. મળતી માહિતી અનુસાર તમામ લોકો એક પરિવારના છે. દશક્રીયા વિધિ માટે ગડેગાંવ આવ્યા હતા. ઘટનાની જાણ થયા બાદ પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય દેવેન્દ્ર ત્યાં પહોંચ્યા. ગયા અઠવાડિયે આસામમાં નાવ દુર્ઘટના ઘટી હતી ત્યાં જોરહાટમાં બે નાવ સામસામે ટકરાઈ ગઈ હતી. તેનાથી એક નાવ પલટી ગઈ અને તેની પર સવાર ૮૦થી વધારે લોકો ડૂબી ગયા હતા. મોટાભાગના લોકોને બચાવી લેવાયા હતા અથવા અમુક લોકો ગમે તે રીતે તરીને કિનારે આવી ગયા હતા. ઘટનામાં એક મહિલાનુ મોત થયુ હતુ. કેટલાક લોકો લાપતા થઈ ગયા હતા. ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો જેમાં લોકો ચીખો પાડતા અને પોતાને બચાવવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા હતા.

(7:27 pm IST)