Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

દેશમાં એરલાઇન કંપનીઓની આવકમાં 86 ટકાનું ગાબડું :લોકડાઉનને કારણે એરલાઇન કંપનીઓને ભારે નુકસાન

24-25 હજાર કરોડનું નુકસાન: લગભગ 18 હજાર નોકરીઓ પણ સમાપ્ત થઈ

 

નવી દિલ્હી : ભારતમાં રોગચાળા દરમિયાન દેશવ્યાપી લોકડાઉનને કારણે એરલાઇન કંપનીઓને ભારે નુકસાન થયું છે. એપ્રિલ-જૂન દરમિયાન ભારતીય એરલાઇન્સની આવકમાં 85.7% નો ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન લગભગ 18 હજાર નોકરીઓ પણ સમાપ્ત થઈ હતી.

આ અગાઉ મે મહિનામાં ક્રિસિલે એક અહેવાલ બહાર પાડ્યો હતો. લોકડાઉનને કારણે ભારતીય એરલાઇન્સ ઉદ્યોગને 24-25 હજાર કરોડ રૂપિયા સુધીનું નુકસાન વેઠવાનો અંદાજ છે. જેમાં એરલાઇન્સને 17 હજાર કરોડ અને એરપોર્ટ સંચાલકોને 5-5 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થશે. આ સિવાય એરપોર્ટના રિટેલર્સને પણ 1700-1800 કરોડનું નુકસાન થશે.

ક્રિસિલના અહેવાલમાં જણાવાયું છે કે, ભારતીય એરલાઇન્સને આ ખોટમાંથી ફરી ઉભા થવા માટે ઓછામાં ઓછા 10 વર્ષનો સમય લાગી શકે છે. એવિએશન સેક્ટરમાં વાર્ષિક 11% વૃદ્ધિ જરૂરી છે. આંકડા મુજબ, ભારતનો પેસેન્જર ટ્રાફિક 341.05 મિલિયન છે. આ આંકડો નાણાકીય વર્ષ 20ના ઓગસ્ટ મહિના પર આધારિત છે.

(9:25 pm IST)