Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીની નજરકેદ ખત્મ: 434 દિવસ બાદ છોડી મુકાયા

ત્રી ઇલતીજા મુફ્તીએ ટવીટ કરીને જાણકારી આપી : સાથ આપવા બદલ લોકોનો આભાર માન્યો

નવી દિલ્હી : પીડીપી ચીફ અને જમ્મુ-કાશ્મીરની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને આખરે છોડવામાં આવ્યા છે. જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370ની જોગવાઈઓને હટાવવામાં આવ્યા બાદથી જન સુરક્ષા અધિનિયમ (પીએસએ) અંતર્ગત ધરપકડ કરવામાં આવેલી પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની કેદમાં ઑગષ્ટમાં ત્રણ મહિનાનો વધારો કરવામાં આવ્યો હતો. મહેબૂબા મુફ્તીની પીએસએ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી

જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદથી તે નજરકેદમાં હતી. તેમને મંગળવારે મુક્ત કરવામાં આવ્યા છે. મહેબૂબા મુફ્તીની પુત્રી ઇલતીજા મુફ્તીએ પણ મહેબૂબાના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કર્યું છે.

તેમણે લખ્યું કે હવે જ્યારે મહેબૂબા મુફ્તીની ગેરકાયદેસર અટકાયત પૂરી થઈ છે, ત્યારે હું તે બધા લોકોનો આભાર માનું છું કે જેમણે મુશ્કેલ સમયમાં મારો સાથ આપ્યો.

 

(11:01 pm IST)