Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

યુપીના અલીગઢમાં રમકડાં બનાવતી ફેકટરીમાં વિસ્ફોટ : માલીક સહીત ચાર લોકોના મોત: અન્ય ચાર લોકો ઘાયલ

પ્રચંડ વિસ્ફોટથી આસપાસના મકાનોમાં તિરાડો પડી : એક કી,મી, સુધી અવાજ સંભળાયો

 

અલીગઢ:ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં દેહલી ગેટ ક્ષેત્રમાં આવેલા ખટીકામ મોહલ્લામાં રમકડા બનાવવા વાળી ફેક્ટ્રીમાં વિસ્ફોટ થતા ફેક્ટ્રી માલિક સહિત ચાર લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ચાર લોકો ઘાયલ થયા છે. જેમને જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજમાં દાખલ કરાયા છે ફેક્ટરીની અંદર રહેલું કમ્પ્રેશર ફાટવાના કારણે વિસ્ફોટ થયો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે તેના કારણે મકાનની છત પઠણ ઉડી ગઇ. સિવાય આસપાસના મકાનોની દિવાલોમાં પણ તિરાડો પડી હતી. વિસ્ફોટનો અવાજ પણ એક કિમી સુધી સંભળાયો હતો.

દેહલી ગેટ પોલિસ સ્ટેશનથી લગભગ 100 મીટર દૂર આવેલા ખટીકાન ચોક નજીક મનોજ ભીલવાડના મકાનમાં રમકડા બનાવવાની ફેક્ટરી હતી. ફેક્ટરી લગભગ 50 વર્ષ જૂની હતી. મંગળવારે પરિવારના સભ્યો સિવાય મજૂરો પણ ફેક્ટરીમાં કામ કરતા હતા. બપોર બાદ લગભગ 3:45 વાગે ફેક્ટરીમાં પ્રંચડ વિસ્ફોટ થયો. જે એટલો પ્રચંડ હતો કે છતના નાના નાના ટૂકડા થઇ ગયા અને આસપાસના મકાનો પર પહોંચી ગયા. આસપાસની બારીના કાચ પણ તૂટી ગયા.

ઘટનાસ્થળ ઉપર પહોંચેલી પોલિસ ને આસપાસના લોકોએ કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. ઘાયલોને તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ઘટનાના ત્રણ કલાક બાદ પણ એક વ્યક્તિને અંદરથી કાઢવામાં આવ્યો હતો. ઘટના બાદ તપાસના આદેશ અપાયા છે. જેની જવાબદારી સિટી મેજિસ્ટ્રેટને સોંપવામાં આવી છે.

 

(12:04 am IST)