Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

IPL -2020 : ચેન્નાઇ સુપરકિંગ્સનો વિજય : હૈદરાબાદને 20 રને હરાવ્યું

ચેન્નાઈના 168 રનના જવાબમાં હૈદરાબાદ 147 રન કરી શક્યું : વોટ્સને 42 રન,અંબાતી રાયડુએ 41 અને રવિન્દ્ર જાડેજાએ 24 રન ફટકાર્યા

નવી દિલ્હી: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)નીની 13મી સીઝનની 29મી મેચ ચેન્નાઈ સુપરકિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. જેમાં ચેન્નઈએ હૈદરાબાદને 20 રને હરાવ્યું છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ હૈદરાબાદને 168 રનનો લ્ક્ષ્ય આપ્યો હતો. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટે 147 રન જ કરી શક્યું હતું.

ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન એમએસ ધોનીએ ટોસ જીતીને બેટિંગ લીધી છે. ફાફ ડુ પ્લેસીસ પહેલા બોલે જ શૂન્ય રને આઉટ થયો. તે સંદીપ શર્માની બોલિંગમાં કીપર જોની બેરસ્ટો દ્વારા કેચ આઉટ થયો હતો. તે પછી હીટર તરીકે ઓપનિંગમાં આવેલા સેમ કરનને પણ સંદીપે બોલ્ડ કર્યો હતો. કરને 21 બોલમાં 31 રન કર્યા હતા. અંબાતી રાયુડુએ 34 બોલમાં 41 રન કર્યા હતા. જ્યારે વોટ્સને 38 બોલમાં 42 રન કર્યા હતા. જ્યારે રવિન્દ્ર જાડેજાએ 10 બોલમાં અમનમ 25 રન ફટકાર્યા હતા. ચેન્નઈ સુપરકિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દુબઇ ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 167 રન કર્યા છે.હૈદરાબાદ માટે ખલીલ અહેમદ, ટી નટરાજન અને સંદીપ શર્માએ 2-2 વિકેટ લીધી.હતી 

ચેન્નઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 168 રનનો લક્ષ્ય આપ્યો હતો. હૈદરાબાદના ટોપના ત્રણ બેટ્સમેન ફ્લોપ રહ્યા. કેપ્ટન ડેવિડ વોર્નર સેમ કરનની બોલિંગમાં આઉટ થયો. તેણે 13 બોલમાં 9 રન બનાવ્યા હતા. વોર્નર પછી મનીષ પાંડે 4 રને રન આઉટ થયો હતો. જ્યારે જોની બેરસ્ટો 23 રને રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં બોલ્ડ થયો હતો. કેન વિલિયમ્સને ટીમની આશા જીવંત રાખી હતી પરંતુ તે પણ 57 રન આઉટ થયો હતો. પ્રિયમ ગર્ગ 18 બોલમાં 16 રન કરી આઉટ થયો હતો. તે પછી વિજય શંકર 12 રને બ્રાવોની બોલિંગમાં આઉટ થયો હતો. હૈદરાબાદ 20 ઓવરમાં 8 વિકેટે 147 રન જ કરી શક્યું હતું.ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી કર્ણ શર્મા અને ડ્વેન બ્રાવોએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે સેમ કરન, રવિન્દ્ર જાડેજા અને શાર્દુલ ઠાકરે 1-1 વિકેટ ઝડપી હતી.

(12:27 am IST)