Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

૧૧ લોકોના મોત

હૈદરાબાદ ભારે વરસાદથી પાણી-પાણી

નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર : રાહત-બચાવ શરૂ

હૈદરાબાદતા.૧૪ : હૈદરાબાદના અનેક વિસ્તારોમાં સતત વરસાદને કારણ અત્યાર સુધી ૧૧ લોકોનાં મોત નિપજયા છે. તેમાં ૯ લોકોનાં મોત બદલાગુડાના મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાને કારણે થયા છે. રસ્તાઓ પર પાણી ભરા ગયા છે અને નીંચાણવાળા વિસ્તારો સમગ્ર રીતે જળમગ્ન થઈ ગયા છે. વરસાદે રાજય સરકારના તમામ દાવાઓની પોલ ખોલી દીધી છે.

હૈદરાબાદ લોકસભા સીટથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, ભારે વરસાદને કારણે બંદલાગુડાના મોહમ્મદિયા હિલ્સમાં દિવાલ પડવાને કારણે ૯ લોકોનાં મોત નિપજયા છે. તેઓએ કહ્યું કે, બાઉન્ડ્રી વોલ પડતાં ૯ લોકોનાં મોત નિપજયા તો ૨ લોકોને ઈજા પહોંચી છે. ઘટનાસ્થળના નિરીક્ષણ બાદ મેં શાહાબાદમાં ફસાયેલાં બસ યાત્રીઓને લિફ્ટ આપી હતી.

એક અલગ ઘટનામાં, એક ૪૦ વર્ષીય મહિલા અને તેની ૧૫ વર્ષીય પુત્રીનું મોત થયું છે. ભારે વરસાદને કારણે ઈબ્રાહિમપટનમ વિસ્તારમાં ઘરની છત તૂટી પડતાં બંનેનાં મોત નિપજયા હતા. તેલંગાણાના અનેક વિસ્તારોમાં મંગળવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. આ કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. હૈદરાબાદના અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે.

ભારે વરસાદથી હૈદરાબાદનું જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. અટ્ટાપુર મેન રોડ, મુશીરાબાદ, ટોલી ચોકી અને દમ્મીગુડા સહિત અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં લોકોને ઘરોમાં કેદ થવાનો વારો આવ્યો હતો. ટ્રાન્સપોર્ટ સેવા ઠપ થઈ ગઈ છે. નીંચાણવાળા વિસ્તારોમાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતા. લ્ઝ્રય્જ્ની ટીમ રેસ્કયૂ ઓપરેશનમાં લાગેલી છે.

તેલંગાણાના મુખ્ય સચિવ સોમેશ કુમારે કહ્યું કે, હૈદરાબાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ સેમી વરસાદ થયો છે. એલબી નગરમાં ૨૪ કલાકમાં ૨૫ સેમી વરસાદ થયો છે. હૈદરાબાદ સહિત અન્ય શહેરોમાં વરસાદ બાદ પરિસ્થિતિ પર સીએમ ચંદ્રશેખર રાવે રિપોર્ટ માગ્યો છે. આ સાથે જ તમામ જિલ્લા પ્રશાસનને સતર્ક રહેવા માટે પણ કહ્યું છે.

(11:11 am IST)