Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

દેશમાં કોરોના પ્રકોપ ઘટવા લાગ્યો જ્યારે કેરળમાં ઉછાળાથી ચિંતા

કેરળમાં ૨૩૩ ટકાની સ્પિડે કોરોનાના કેસ વધવા લાગ્યા : ત્રણ જિલ્લામાં ૬૦ ટકા કેસ વધી ગયા : બીજી લહેરનો પ્રારંભઃ રાજ્યપાલના મતે મ્યુટેશનના કારણે આવુ થઇ શકે છે : કેરળ ઉપરાંત મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક, તામિલનાડુ, દિલ્હીની સ્થિતિ ખરાબ

નવી દિલ્હી તા. ૧૪ : દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી ઘટી રહ્યા છે પરંતુ કેરળ અને બંગાળમાં કુલ દર્દીઓની સંખ્યા ૩ લાખને પાર કરી ગઇ છે. બે દિવસમાં અહીં નવા કેસ ૬૫ હજારથી વધુ આવ્યા છે. એ સાથે જ કોરોનાથી મરનારા લોકોની સંખ્યા પણ ૮૦૦ જેટલી થઇ ગઇ છે.

ગઇકાલે દર્દીઓની સંખ્યામાં ઘટાડા બાદ કેરળમાં કોરોનાના નવા કેસ ફરી એક વખત વધીને ૮૭૬૪ થયા છે જે દેશભરમાં સૌથી વધુ છે. છેલ્લા ૭ મહિનામાં મોટાભાગના દિવસે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સૌથી વધુ આવતા હતા પરંતુ ગઇકાલે ૮૫૨૨ દર્દીઓ સાથે સતત બીજા દિવસે કેરળ બીજા ક્રમે રહ્યું હતું. ગઇકાલે કેરળ અને સોમવાર કર્ણાટકમાં સૌથી વધુ કોરોનાના નવા દર્દીઓ આવ્યા હતા.

ભારતમાં એકટીવ કેસ છેલ્લા કેટલાક સપ્તાહથી ઘટી રહ્યા છે તો કેરળમાં વધીને ૨૩૩ ટકા થયા છે. ભારતમાં એકટીવ કેસનો ગ્રોથ -૧૧ ટકા છે જ્યારે કેરળમાં તે વધતા જાય છે. કેરળ અને બંગાળ ઉપરાંત કોરોનાના નવા કેસમાં મહારાષ્ટ્ર, આંધ્ર, કર્ણાટક, તામિલનાડુ, યુપી અને દિલ્હીની હાલત ખરાબ છે.

દેશના મોટાભાગના રાજ્યોમાં કોરોનાની પીક સમાપ્ત દેખાય છે જ્યારે કેરળમાં સતત કેસ વધી રહ્યા છે. એવું જણાય છે કે ત્યાં કોરોનાની બીજી લહેર આવી છે. કેરળમાં ૨૩૩ ટકા એકટીવ કેસ વધ્યા છે. કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાને નવા કેસ અંગે ચિંતા વ્યકત કહતા કહ્યું છે કે, આનુ કારણ કદાચ વાયરસના મ્યુટેશન હોય શકે છે. બહારથી આવેલા વ્યકિતઓને કારણે આવું થઇ શકે છે.

કેરળના ત્રણ જિલ્લામાં આ મહિનાના પહેલા ૧૧ દિવસોમાં કોરોનાના કેસ ૬૦ ટકા વધી ગયા છે. કોઝીકોડમાં ૬૨ ટકા, ત્રીસુરમાં ૬૧ ટકા અને કોલંમમાં ૫૭ ટકા કેસ વધ્યા છે.

(9:57 am IST)