Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કેરળમાં કોરોનાની બીજી લહેર શરૂ: ૨૩૩ % કેસોનો વધારોઃ દક્ષિણના બીજા ત્રણ રાજયો પણ ઝપટે

લદાખ, મેઘાલય અને નાગાલેન્ડમાં પણ કેસોમાં જબરો ઉછાળોઃ કોરોના વારંવાર સ્વરૂપ બદલી રહયો છે, ચીંતાની લાગણી

નવી દિલ્હીઃ કેરળમાં કોરોનાની બીજી લહેર શરૂ થઇ છેે.૨૩૩ % એકટીવ કેસોમાં વધારો જોવા મળ્યો છે. લડાખ, મેઘાલય અને નાગાલેન્ડમાં પણ મોટી સંખ્યામાં કેસો વધવા લાગ્યા છે. કેરળના ત્રણ જીલ્લા કોઝીકોડ, ત્રિશુલ અને કોલ્લમમાં કોરોનાના કેસોમાં અચાનક મોટો વધારો. થયો છે. રાજયપાલ આરીફ મહમ્મદ ખાને કહ્યું કે વાયરસના મ્યુટેશનને કારણેે આ લહેર સર્જાઇ હોવાની શંકા છે. તેમણે કહ્યુંં કે કેરળના લોકો બહારના રાજયોમાં અને વિદશમાં મોટી સંખ્યામાં કામ કરે છે અને રાજયમાં વાયરસથી સંક્રમીત લોકોમાં મોટી સંખ્યા એવી છે કે લોકો બહારથી આવ્યા છે.

કોરોના વાયરસનું કોમ્યુનીટીઝ સ્પ્રેેડ થઇ રહેલ છે. દક્ષિણના રાજયોમાં આ વાયરસ ખુબ જ ખતરનાક બની ગયો છે. મ્યુટેશનનો સીધો અર્થ કોરોના તેનો રૂપ બદલી રહયો છે. એટલે કે હાલનો વાયરસ પોતાની અલગ અલગ કોપી બનાવી રહયો છે. અને પ્રત્યેક કોપીના સ્વભાવમાં અલગ અલગ પરીવર્તન જોવા મળે છે.

વાસ્તવમાં કોરોના વાયરસથી સંક્રમીત કોષો લાખોની સંખ્યામાં વાયરસ છોડે છે જે તેના મુળ  'જીનોમ'ની  કોપી બનાવે છે. જયારે કોષો આ 'જીનોમ' ની કોપી બનાવે છેે ત્યારે કયારેક-કયારેક ભુલ કરી બેસે છે. આ ભુલને 'મ્યુટેશન' એટલે કે ઉત્પરીવર્તન કહેવામાં આવે છેે.

અત્યાર સુધીમાં કોરોનાના ૧૨ હજારથી વધુ મ્યુટેશન જોવા  મળ્યા છે. જેમાંનું એક મ્યુટેશન ડી-૬૧૪જી સમ્રગ દુનિયામાં જોવા મળી રહેલ છે સૌપ્રથમ આ મ્યુટેશન ચીન અને જર્મનીમાં જોવા મળેલ હતુ.

અત્યારે દુનિયાભરમાં કોરોનાના ૧૨,૧૯૪ અલગ - અલગ રૂપ (મ્યુટેશન) જોવા મળી ચુકયા છે. જેમાંથી ૭૮ ટકા કોરોના બી-૬૧૬જી મ્યુટેશનમાં જોવા મળે છે. જો કે પ્રત્યેક મ્યુટેશન  ઘાતક નથી એટલે દરેકથી ડરવાની જરુર નથી.

(10:34 am IST)