Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

IIT મદ્રાસે બનાવ્યું રેપર

હવે ફ્રીજ વગર ૧૦ દિ' ભોજન રહેશે તાજ

સ્વાસ્થ્ય સાથે પર્યાવરણનું પણ ધ્યાન રાખશે

ચેન્નાઈ,તા.૧૪: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી મદ્રાસના સંશોધકોએ એક એન્ટિ-બેકટેરિયલ અને બાયોડીગ્રેડેબલ ફૂટ રેપિંગ મટિરિયલ બનાવ્યું છે જેનાથી ફળો, શાકભાજી, માંસ અને પનીર જેવી ખાદ્ય ચીજવસ્તુઓ રેફ્રિજરેટર વગર ૧૦ દિવસ સુધી એકદમ તાજી રહી શકે છે. આ રેપર ૨૧ દિવસની અંદર જ ડીગ્રેડ (નષ્ટ) થઈ જશે અને તે પ્લાસ્ટિકના રેપર્સનો ઉત્ત્।મ વિકલ્પ બની શકે છે.

 

બાયોટેકનોલોજી વિભાગના પ્રોફેસર મુકેશ ડોબલેએ જણાવ્યું હતું કે આ રેપરનું મટિરિયલ ફ્લેકિસબલ છે અને તે પોલિમેરિક બ્લેન્ડથી બનાવવામાં આવ્યું છે જેમાં સ્ટાર્ચ, પોલીવિનાઈલ આલ્કોહોલ અને સાયકિલક બીટા ગ્લુકેન્સ સામેલ છે જે ઝેરી નથી અને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ) દ્વારા માન્યતા પ્રાપ્ત છે. તેના પર એન્ટિબેકટેરિયલ એજન્ટ્સનું કોટિંગ કરવામાં આવ્યું હતું અને તે પણ એફડીએ દ્વારા માન્યતા પ્રાપ્ત છે. જેમાં નટમેગ, સિનામો અને બેસિલમાંથી મળતા એયુજેનોલ, કોફીમાંથી મળતા કલોજેનિક એસિડ, બીટેનિન, હળદળમાંથી મળતા કરકયુમિન અને ચાના પત્ત્।ામાંથી મળતા ગેલિક એસિડ સામેલ છે.

ડોબલેએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે ખાદ્યપદાર્થોને ૪ ડિગ્રી સેલ્સિયસમાં સ્ટોર કરવામાં આવે છે. અમે આ રેપરનો ટેસ્ટ ૩૦ ડિગ્રી સેલ્સિયસમાં કરવા ઈચ્છતા હતા અને આ તાપમાને સામાન્ય રીતે બેકિટરીયા ઝડપથી વૃદ્ઘિ પામે છે. અમે જોયું કે અમારા એન્ટિબેકટેરિયલ રેપર રાખેલા ભોજનમાં બેકટેરિયાની વૃદ્ઘિ ૯૯.૯૯ ટકા દ્યટી ગઈ હતી. અમે અમારા રેપરમાં ૩૦ ડિગ્રી સેલ્સિયસમાં ૧૦ દિવસ સુધી ભોજન સ્ટોર કર્યું હતું.

પૂજા કમારી સાથે મળીને આ સંશોધન કરનારા પ્રોફેસર ડોબલેએ ઉમેર્યું હતું કે, આ રેપરનો બીજો એક ફાયદો એ છે કે તે ઝડપથી ડિગ્રેડ થઈ જાય છે. પોલીથીનથી બનતા રેપર ડીગ્રેડ થતા નથી. તેથી આ પર્યાવરણ માટે પણ સુરક્ષિત છે. હાલમાં સંશોધકોની આ ટીમે આ રેપરનું પેટન્ટ કરાવવા માટે અરજી કરી દીધી છે.

આ ઉપરાંત તે પણ જોવા મળ્યું કે આ રેપરનું મટિરિયલ્સ હવામાનની વિવિધ પરિસ્થિતિમાં ૨૧ દિવસની અંદર ૪થી ૯૮ ટકા સુધી ડિગ્રેડ થઈ જાય છે. સુકા હવામાન કરતા ભેજવાળા હવામાનમાં આ મટિરિયલ્સ ઝડપથી ડીગ્રેડ થઈ જાય છે. પ્રોફેસરે જણાવ્યું હતું કે, અમે હાલમાં ગુજરાતમાં ઉત્પાદકો સાથે વાતચીત કરી રહ્યા છીએ. ભારતમાં કિંમત ઘણી મહત્વની છે. જો અમે મોટા પાયા પર આનું ઉત્પાદન કરવામાં સફળ રહીશું તો અમે તેની કિંમતમાં ઘટાડો લાવી શકીએ છીએ.

(10:35 am IST)