Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કુલ કેસ ૭૨ લાખ ઉપર

૨૪ કલાકમાં ૬૩૫૦૯ કેસ : ૭૩૦ના મોત

કુલ કેસ ૭૨,૩૯,૩૮૯ : કુલ મૃત્યુઆંક ૧,૧૦,૫૮૬ : ૬૩,૦૧,૯૨૭ સાજા થયા

નવી દિલ્હી તા. ૧૪ : દેશમાં કોરોના સંક્રમણ લોકોનો આંક ૭૨ લાખને પાર પહોંચી થયો છે, જયારે કુલ મૃત્યુઆંક ૧.૧૦ લાખને પાર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં ૬૩,૫૦૯ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૭૩૦ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૭૨,૩૯,૩૯૦ થઈ ગઈ છે.

 નોંધનીય છે કે, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૬૩ લાખ ૧ હજાર ૯૨૮ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. હાલ ૮,૨૬,૮૭૬ એકિટવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૧૦,૫૮૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે

વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ આજે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૩ ઓકટોબર સુધીમાં ભારતમાં કુલ ૯,૦૦,૯૦,૧૨૨ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, મંગળવારના ૨૪ કલાકમાં ૧૧,૪૫,૦૧૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

બીજી તરફ ગુજરાતમાં ૧૩મી ઓકટોબરે કોરોના વાયરસના ૧૧૬૯ નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જયારે ૧૪૪૨ દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. ૨૪ કલાક દરમિયાન રાજયના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસથી ૮ દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજયમાં પોઝિટિવ કેસનો આંકડો ને ૧,૫૩,૯૨૩ એ પહોંચી ગયો છે.

(11:12 am IST)