Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

વિદેશથી આવતા પ્રવાસીઓએ ૧૪ દિવસ થવું પડશે હોમ કોરોન્ટાઈન

અત્યાર સુધી વિદેશથી આવતા ગુજરાતીઓને સરકારી વ્યવસ્થા અથવા તો હોટલોમાં ૭ દિવસ કવોરન્ટાઈન કરવામાં આવતા હતા

નવી દિલ્હી, તા.૧૪: નવરાત્રી પર્વ અને દિવાળી, નાતાલ પર્વ આવી રહ્યા છે અને કોરોનાનું સંક્રમણ પણ ચાલુ હોય ગુજરાત સરકારે વિદેશોમાંથી આવતા ગુજરાતીઓ હવે એરપોર્ટથી સીધા જ પોતાના ઘરે ૧૪ દિવસ હોમ કવોરન્ટાઈનમાં જઈ શકે તેની નવી ગાઈડલાઈન જાહેર કરતા હવે જો તમારું સંબંધી ઈન્ડિયા આવવાનું હશે તો સરકારની આ ગાઈડલાઈનનો અમલ કરવો પડશે.હવેથી ગર્ભાવસ્થા, પરીવારમાં મૃત્યુ, માનસિક તકલીફ, ગંભીર બિમારી ધરાવતા અને ૧૦ વર્ષથી નાના બાળકો સાથે આવતા પ્રવાસીઓએ બોર્ડિંગના ૭૨ કલાક પહેલા મુકિત મેળવી હશે તો તેમને સીધા જ ૧૪ દિવસ હોમ કવોરન્ટાઈન હેઠળ જવા દેવામાં આવશે. તેવી જ રીતે પ્રવાસ પૂર્વના ૯૬ કલાકમાં RT-PCR નેગેટિવ રિપોર્ટ ધરાવતા ગુજરાતીઓને પણ ૧૪ દિવસનું હોમ કવોરન્ટાઈન મળશે. આ બેઉ સ્થિતિ સિવાય જેમને ૧૪ દિવસ હોમ કવોરન્ટાઈનની પરવાનગી મળી ન હોય તેવા પેસેન્જરનું એરપોર્ટ ઉપર જ મેડિકલ ચેક-અપ થશે.

કોરોના લક્ષણો ન ધરાવતા હોય તેવા મુસાફરોને ૧૪ દિવસના હોમ કવોરન્ટાઈન માટે જવા દેવામાં આવશે. જો કે, જેમનામાં લક્ષણો જણાય તેમને તત્કાળ રેપિડ એન્ટિજન ટેસ્ટ થશે. જે પોઝિટીવ આવશે તો કોવિડ હોસ્પિટલ અથવા હોમ આઈસોલેશન કરવામાં આવશે. રેપિડ ટેસ્ટ નેગેટિવ આવ્યો તો શંકાસ્પદ લક્ષણો ધરાવતા પેસેન્જરનો RT-PCRના ટેસ્ટ થશે. તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો તો હોસ્પિટલ અથવા હોમ આઈસોલેશન કરવામાં આવશે.આમ કોરોના મામલે વિદેશ થી આવતા લોકો ઉપર તંત્ર નજર રાખી રહ્યું છે કારણ કે સંક્રમણ ઘટવાને બદલે વધે નહિ તેવા સરકાર દ્વારા પ્રયાસ કરાય રહ્યા છે.

(11:15 am IST)