Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કોચિંગ માટે ગયેલી બીએસસીની સ્ટુડન્ટની સળીયાના ઘા મારી નિર્મમ હત્યા

વિદ્યાર્થિનીની હત્યા કરી રિક્ષા ચાલક તેની લાશને લઈને હાઇવે પર ફરતો રહ્યો

હાપુડ,તા.૧૪: ઉત્ત્।ર પ્રદેશના હાપુડમાં એક બીએસસીની વિદ્યાર્થિનીની હત્યાથી હોબાળો થઈ ગયો છે. વિદ્યાર્થિનીની સળિયાના ઘા મારીને હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થયા બાદ પોલીસે ત પાસ કરી અને થોડાક કલાકની અંદર જ હત્યાના આરોપી રિક્ષા ચાલક સુધી પહોંચી ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર રિક્ષા ચાલક અને સ્ટુડન્ટની વચ્ચે વાતચીત થતી હતી. રિક્ષામાં બેસીને કોચિંગ જતી વખતે બંનેની વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ રિક્ષા ચાલકે વિદ્યાર્થિની પર હુમલો કરી દીધો. ત્યારબાદ હત્યાને અકસ્માતમાં ખપાવીને પરિવારના સભ્યોને ગેરમાર્ગે દોર્યા. પોલીસે હત્યાનો કેસ નોંધી રિક્ષા ચાલક નૂર હસનની ધરપકડ કરી લીધી છે.

તપાસમાં જાણવા મળ્યું કે હત્યાના આરોપીએ સવારથી લઈને સાંજ સુધી શબ પોતાના જ થ્રી-વ્હીલરમાં રાખીને હાઇવે પર ફરતો રહ્યો. આ દરમિયાન આરોપીએ મૃતકના પરિજનોને માર્ગ અકસ્માતમાં તેનું મોત થવું હોવાની ખોટી માહિતી આપી. પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો.

મળતી જાણકારી મુજબ, વિદ્યાર્થિનીને મંગળવાર સવારે કોચિંગ જવા માટે તેનો ભાઈ બસ સ્ટોપ પર મૂકવા ગયો હતો. બપોર બાદ જયારે વિદ્યાર્થિની કોચિંગથી દ્યરે ન આવી તો પરિજનોએ તેના મોબાઇલ પર ફોન કર્યો. મોબાઇલ એક યુવકે ઉપાડ્યો હતો.

યુવકે જણાવ્યું કે, વિદ્યાર્થિનીનો અકસ્માત થઈ ગયો છે અને તેને હાપુડની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ત્યારબાદ પરિજન હોસ્પિટલ પહોંચ્યા તો તે ત્યાં ન મળી. ત્યારબાદ રિક્ષા ચાલક પોતે શબને લઈ વિદ્યાર્થિનીના ગામે પહોંચ્યો. શબ જોતાં જ પરિજનોમાં આક્રંદ ફેલાઈ ગયો. ઘટનાસ્થળે પોલીસ પહોંચી તો પૂછપરછમાં રિક્ષા ચાલક સંદિગ્ધ લાગ્યો. કસ્ટડીમાં લઈને પૂછપરછ કરી તો તેણે પોતાનો ગુનો કબૂલી લીધો. રિક્ષા ચાલક નૂર હસને જણાવ્યું કે મંગળવાર સવારે તે વિદ્યાર્થિનીને મળ્યો હતો. કોઈ વાતને લઈ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેણે ગુસ્સામાં આવીને સ્ટુડન્ટના માથા પર લોખંડના પાનાથી વાર કરી હત્યા કરી દીધી હતી.

(11:16 am IST)