Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કોરોનાનો રિપોર્ટ નેગેટિવ,છતાં સીટી સ્કેનમાં ફેફસાં પર દેખાઈ રહી છે અસર!

સીટી સ્કેન દ્વારા ચેપ લાગ્યાના ૫માં દિવસે વાયરસનો કેટલો લોડ છે તે જાણી શકાય છે

ભોપાલ,તા.૧૪: ગાંધી મેડિકલ કોલેજ(GMC)દ્વારા સીટી-સ્કેન મારફતે કોવિડ-૧૯ના દર્દીઓનું ટેસ્ટિંગ કરતા કોરોના પોઝિટિવ અનેક દર્દીઓ આજે જીવિત છે. દર્દીઓના કોરોના રિપોર્ટ નેગેટિવ આવી રહ્યા છે પરંતુ તેમના શરીરની અંદર તેની અસર જોવા મળી રહી છે.

GMCના કન્સલ્ટન્ટે જણાવ્યું કે, શ્ન૨૦ ટકા જેટલા ગંભીર કિસ્સાઓમાં કોવિડ-૧૯ ટેસ્ટRT-PCR નેગેટિવ આવ્યા હતા. પરંતુ સીટી-સ્કેન મારફતે નિદાન કરવામાં આવ્યું તો પરિણામ અલગ હતું. અમે આવા દર્દીઓની કોવિડ-૧૯ના દર્દીની જેમજ સારવાર કરી છે. તેમણે વધુમાં જણાવ્યું કે ચેસ્ટ સીટી સ્કેનનો ઉપયોગ કોવિડ-૧૯ના નિદાનમાં માટે કરવામાં આવે છે અને તે રિવર્સ-ટ્રાંસ્ક્રિપ્શન પોલિમરેઝ ચેઈન રિએકશન (RT-PCR)ટેસ્ટનો પૂરક છે.'

કેટલાક અભ્યાસોમાં તેવા સંકેત મળ્યા છે કે'ચેસ્ટ સીટી સ્કેન કોરોનાવાયરસ રોગના નિદાન માટે ઉચ્ચ સંવેદનશીલ છે. ચેસ્ટ સીટી સ્કેન રોગચાળાના વિસ્તારમાં વર્તમાન કોવિડ-૧૯ના તપાસ માટે પ્રાથમિક સાધન ગણી શકાય.'

એકસપર્ટ દ્વારા કેટલાક મુદ્દાઓ પર ધ્યાન દોરવામાં આવ્યું છે જેમકે ના સેમ્પલ કલેકશનમાં બેદરકારી, કોવિડ-૧૯ના દર્દીઓના ટેસ્ટ વહેલા અથવા ખૂબ મોડા કરવા. આ નમૂનાઓમાં પણ ભૂલ હોઈ શકે છે. જયારે દર્દી તેના આઈડિયલ સમયગાળા દરમિયાન કોવિડ-૧૯ના ટેસ્ટ કરાવે છે ત્યારે ૭૦ ટકા RT-PCRય્ ટેસ્ટના પરિણામો સાચા હોય છે. તીવ્ર બળતરા કોવિડ-૧૯નો એક સંકેત છે. રોગની તીવ્રતા અને વાયરલ કિલયરન્સ બંને માટેના એચઆરસીટી સ્કોર્સના મૂલ્યો જોતાં, કોવિડ -૧૯ માટે એક માનક એચઆરસીટી સ્કોર સિસ્ટમ સામાન્ય રીતે વધારે હોય છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, નેગેટિવ ટેસ્ટ આવે ત્યારે દર્દી અને તેનો પરિવાર રાહત પામે છે. જોકે જયારે આવા દર્દીઓને રજા આપવામાં આવતી નથી ત્યારે આવા દર્દીઓ પરિવારજનોના પ્રતિકૂળ રિએકશન આવે છે. આવા સમયે તેમને સીટી સ્કેન અને RT-PCR ટેસ્ટના પરિણામો દેખાડવા જોઈએ. સીટી સ્કેન દ્વારા ચેપ લાગ્યાના ૫માં દિવસે વાયરસનો કેટલો લોડ છે તે જાણી શકાય છે.

(11:20 am IST)