Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સતત 12 માં દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવો યથાવત : કોઈ ફેરફાર નહિ

ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સતત 12 માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી

નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવની અસ્થિરતા, સ્થાનિક બજારમાં જોવા મળી રહી છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ બુધવારે સતત 12 માં દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.

ઇન્ડિયન ઓઈલ ની વેબસાઇટ અનુસાર દેશ ના ચાર મહાનગરો, દિલ્હી, મુંબઇ, ચેન્નઈ અને કોલકાતામાં પેટ્રોલ અનુક્રમે 81.06 રૂપિયા, 87.74 રૂપિયા, 84.14 રૂપિયા અને 82.59 રૂપિયા પ્રતિ લીટર ના ભાવે ઉપલબ્ધ છે. તે જ સમયે, ડીઝલનો ભાવ પણ ક્રમશ 70.46 રૂપિયા, 76.86 રૂપિયા, 75.95 રૂપિયા અને 73.99 રૂપિયા પ્રતિ લિટર રહ્યો છે.

(12:13 pm IST)