Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

અફગાનિસ્તાનમાં હવાઈ દુર્ઘટના : વાયુસેનાના બે હેલિકૉપ્ટરો વચ્ચે ટક્કર : 15 લોકોના મૃત્યુ

દક્ષિણી હેલમંદના નવા જિલ્લામાં અફગાનમાં દુર્ઘટના

નવી દિલ્હી :અફગાનિસ્તાનમાં ભીષણ હવાઈ દુર્ઘટના બની છે. મંગળવારે રાત્રે દક્ષિણી હેલમંદના નવા જિલ્લામાં અફગાન વાયુસેનાના બે હેલિકૉપ્ટરોની ટક્કર થઈ ગઈ. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મૃત્યુ થયા છે. ટોલો ન્યુઝે આ મામલે જાણકારી આપી છે.

ટોલો ન્યુઝના રિપોર્ટ અનુસાર, સૂત્રોએ જણાવ્યું છે કે, હેલિકૉપ્ટરો દ્વારા કમાન્ડોને એક સ્થાન પર ઉતારવામાં આવી રહ્યા હતા અને ત્યાંથી ઘાયલ સુરક્ષાદળોને લઈ જવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન બંન્ને હેલિકૉપ્ટરો વચ્ચે ટક્કર થઈ ગઈ. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા.હતા

જો કે, હજુ સુધી અફગાનિસ્તાનના રક્ષા મંત્રાલય તરફથી આ દુર્ઘટનાને લઈ કોઈ ટિપ્પણી નથી કરવામાં આવી. જ્યારે, પ્રાંતીય ગવર્નરના પ્રવક્તા ઓમર જવાકે નવા જિલ્લામાં દુર્ઘટનાની પુષ્ટી કરી છે, પરંતુ આ મામલે વધુ જાણકારી આપવામાં આવી નથી

(12:18 pm IST)