Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કૃષિ કાયદોઃ કેન્દ્ર સાથે વાત કરવા માટે 29 ખેડૂત સંગઠન તૈયાર : સાત સભ્યોની કમિટી કરશે ચર્ચા

ખેડૂત યૂનિયનોના તમામ આમંત્રિત સભ્યો પણ દિલ્હી પહોંચીને બેઠકમાં ભાગ લેશે.

નવી દિલ્હી : નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલનકર્તા 29 ખેડૂત યૂનિયનોએ દિલ્હી આમંત્રણને આખરે સ્વીકારી લીધું છે.દિલ્હીમાં કૃષિ મંત્રાલયના સચિવ સંજય અગ્રવાલની સાથે થનારી બેઠકમાં યૂનિયનો દ્વારા ગઠિત સાત સભ્યોની કમિટીના સભ્યો મુલાકાત માટે દિલ્હી જશે.

 ચંદીગઢમાં મંગળવારે ખેડૂત ભવનમાં થયેલી યૂનિયનોની તાલમેલ કમિટીની બેઠકમાં આ નિર્ણય કર્યો. જો કે ખેડૂત યૂનિયનોના તમામ આમંત્રિત સભ્યો પણ દિલ્હી પહોંચીને બેઠકમાં ભાગ લેશે.

ભારતીય ખેડૂત યૂનિયનના પ્રધાન બલબીર સિંહ રાજેવાલે બેઠક બાદ થયેલી પત્રકાર પરિષદમાં કહ્યું કે, કેન્દ્રીય સચિવ સાથે વાત કરવા માટે અમે તમામ મુદ્દા પર ચર્ચા કરી ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે.જેને દિલ્હીમાં કૃષિ સચિવની સાથે થનારી બેઠકમાં રાખવામાં આવશે. ભાકિયૂ પ્રધાને એ પણ કહ્યું કે, તે પોતાની માંગોને કેન્દ્રીય મંત્રીઓ સમક્ષ રાખશે, આ વાત બેઠકમાં તેમને જણાવી દેવામાં આવશે.

આંદોલન દરમિયાન રેલવે ટ્રેક ખોલવા પર તેઓએ જવાબ આપ્યો કે જ્યાં સુધી તેમની માંગો પર કેન્દ્રીય સ્તર પર કોઈ નિર્ણય નથી થતો, ત્યાં સુધી રેલ રોકો આંદોલન જારી રહેશે. તેઓએ જણાવ્યું કે રેલવે ટ્રેક ખોલવાને લઈ 15 ઓક્ટોબરે થનારી બેઠકમાં નિર્ણય કરવામાં આવશે.

દિલ્હીમાં થનારી બેઠકમાં ખેડૂત કેન્દ્ર સરકાર પાસેથી ન્યૂનતમ સમર્થન મૂલ્ય(એમએસપી)ની ગેરન્ટી અને ખેડૂતોની જમીનો પર મંડરાઈ રહેલા કોર્પોરેટ જગતના જોખમો પર યૂનિયનો ચર્ચા કરશે.

 

તાલમેલ કમિટીની બેઠકમાં દિલ્હીમાં કૃષિ સચિવ સાથે વાતચિત માટે સાત સભ્યોની કમિટીમાં બલબીર સિંહ રાજેવાલ, ડૉ.દર્શન પાલ, સતનામ સિંહ સાની, જગજીત સિંહ, જગમેલ સિંહ, સુરજીત સિંહ અને કુલવંત સિંહને સામેલ કરવામાં આવ્યા છે.

(12:29 pm IST)