Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

આજે બંગાળની ખાડીમાં વધુ એક સીસ્ટમ્સ બનશેઃ વાવાઝોડામાં પરીવર્તીત થવાની શકયતા

આ વાવાઝોડાનું નામ 'ગતિ' અપાશેઃ બે દિવસ કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશેઃ સ્કાયમેટ

નવી દિલ્હીઃ બંગાળની ખાડીમાં આજે વધુ એક સીસ્ટમ્સ બની રહી છે. આ સિસ્ટમ્સ આગામી દિવસોમાં વાવાઝોડામાં પરીવર્તીત બને તેવી શકયતા છે. જો વાવાઝોડુ બને તો તેનું નામ 'ગતિ' રાખવામાં આવશે. જયારે આગલી સીસ્ટમ્સની અસરથી આગામી ૪૮ કલાક કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શકયતા હોવાનું વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા જણાવાયુ છે.

બંગાળની ખાડીમાં ઉપરા-ઉપરી સર્જાઇ રહેલ સીસ્ટમ્સની અસરથી દેશભરમાં ચોમાસાની વિદાયને બ્રેક લાગી ગયો છે. ચોમાસુ પવનોની અસરથી ચોમાસુ વિદાય રેખા આગળ વધી નથી. ઉત્તર પ્રદેશના મધ્ય ભાગો, મધ્યપ્રદેશના મધ્ય ભાગો, મધ્યપ્રદેશમાં રતલામ સુધી અને ગુજરાતમાં પોરબંદર અને વલ્લભ વિદ્યાનગર સુધી સ્થિર છે.

હાલમાં દેશના મધ્ય ભાગોમાં લો-પ્રેસર સિસ્ટમ્સ બનેલી છે. સાથો સાથ બંગાળની ખાડીમાં એક લો-પ્રેસર બની રહયું છે. આ સીસ્ટમ્સ પશ્ચિમના ભાગોમાં ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયા કિનારાના નજીક આવશે. ત્યારે નબળુ પડી જશે છતા ફરીથી લો-પ્રેસર બનવાની શકયતા છે અને ડીપ્રેશન બન્યા બાદ કંઇ દિશામાં પ્રયાણ કરે છે તે જોવાનું રહેશે.

સાથો સાથ બંગાળની ખાડીમાં આજે એક નવી સીસ્ટમ્સ ઉદભવી શકે છે જે પશ્ચિમઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. બાદ તેનો ટ્રેક કંઇ બાજુ જશે તે જોવાનું રહેશે. આ સીસ્ટમ્સ વાવાઝોડામાં પરીવર્તીત થશે તો તેને 'ગતિ' નામ આપવામાં આવશે. આ સીસ્ટમ્સ દેશના પૂર્વ અને મધ્ય ભારતમાં અસર કરે તેવો હાલનો અનુમાન છે.

(12:38 pm IST)