Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

આગ્રામાં પંચાયતમાં પગ પકડીને માફી ન માંગી તો ભૂતપૂર્વ સૈનિકની પત્નીને જીવતી સળગાવી

બે આરોપીઓની ધરપકડ

આગ્રા : ત્રણ દિવસ પહેલા આગ્રામાં મામૂલી ઝઘડાથી શરૂ થઇને જાતી વાદી સુધી પહોંચેલ બનાવમાં એક ભૂતપૂર્વ સૈનિકની પત્નીએ પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો. આરોપ છે કે બીજા પક્ષે તેને જીવતી સળગાવી દીધીે. મંગળવારે આ બનાવામાં હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. તેમાં ચાર નામજોગ અને  ૧૦-૧૨ અજાણ્યા લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ઘટના સ્થળ આજુબાજુ ભારે તંગદિલી ઓ આક્રોશને ધ્યાનમાં રાખીને મંગળવારે એસ પી (સીટી)  રોહન પ્રમોદે ઘટના સ્થળે જઇને કોલોનીના લોકો સાથે વાતચીત કરી હતી.

મળતી માહિતી અનુસાર, પુષ્પાજંલી ઇકલો સીટી કોલોનીમાં રહેતા અનિલકુમાર રામવત સૈન્યની નોકરીમાંથી રિટાયર થયા પછી ટોરેન્ટ કંપનીમાં કામ કરે છે. ઘરમાં તેની પત્ની સંગીતા અને આઠ વર્ષના જોડીયા બાળકો પીયુષ અને આયુષ છે. જણાવાઇ રહ્યું છે કે શુક્રવારે સંગીતા દૂધ લેવા ગઇ હતી. તેના દીકરાઓ ઘરની બહાર રમી રહ્યા હતા ત્યારે પડોશી ભરત ખરેના ૧૦ વર્ષના પુત્ર બીટુ સાથે રમવા બાબતે ઝઘડો થયો હતો અને ભરતના દિકરાને માથામાં વાગ્યુ હતુ.

આ બનાવમાં ભરત ખરેએ પોલીસ સ્ટેશનમાં એસસી-એસટી એકટ હેઠળ કેસ નોંધાવ્યો હતો. આક્ષેપ છે કે અનિલ અને તેની પત્ની સંગીતાને શનિવારે આખો દિવસ પોલીસ ચોકીમાં બેસાડી રખાયા. કોલોનીના લોકોએ પણ પોલીસ સ્ટેશને પહોંચીન. આ પરિવારનો પક્ષ લઇને તેઓ નિર્દોષ હોવાનું કહ્યું પણ પોલીસવાળાઓએ તેમના પર સમજૂતી કરવાનું દબાણ કર્યુ. ત્યાર પછી સમજૂતી માટે રવિવારે સાંજે કોલોનીમાં પંચાયત થઇ.

(12:39 pm IST)