Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કોરોનાના દર્દીને જુની કોઇ બિમારી હોય તો મરવાનું જોખમ વધુ રહે છે

પહેલેથી બિમાર પાંચમાંથી ૧ વ્યકિતનું કોરોનાથી મોત : બીપી, ડાયાબીટીસ, કિડની, હ્ય્દય કે અન્ય બિમારી હોય તો જોખમ

નવી દિલ્હી, તા., ૧૪: ભારતમાં કોરોનાથી થયેલા દર પાંચમાંથી ૧ વ્યકિતનું મોત અગાઉની બિમારીને કારણે થયું છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી થયેલ કુલ મોતમાં આવા મૃતકોની સંખ્યા ૧૭.૯ ટકા છે.આ આંકડાથી જણાય છે કે સ્વસ્થ વ્યકિતની તુલનાએ જો કોઇ વ્યકિત પહેલાથી જ કોઇ બિમારીનો સામનો કરતો હોય તો તેની કોરોનાથી મરવાની સંભાવના ૧પ ગણી છે. કોરોના થયા બાદ જો કોઇ દર્દીને હાઇબીપી, ડાયાબીટીસ, હ્ય્દય, યકૃત, કીડનીની બિમારી હોય તો તેના મરવાની સંભાવના વધુ છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે પહેલેથી કોઇ બિમારીમાં સપડાયેલ કોરોનાના દર્દીને સાજા થવામાં વાર લાગે છે. કોરોનાથી મરનારા ૮૮ ટકા દર્દીઓની ઉંમર ૪પ વર્ષથી વધુ હતી. ૬૦ વર્ષથી વધુ ઉંમર વાળા દર્દીઓની સંખ્યા પ૩ ટકા છે. કોરોનાથી મરનારા ૭૦ ટકા દર્દી પુરૂષ છે.

(12:40 pm IST)