Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કોઇ પુરૂષ સ્કર્ટ પહેરે કે લેડીઝ શૂઝ પહેરે એ તો કેવું લાગે?

સ્કર્ટ અને હાઇ-હીલ્સમાં પુરૂષો પણ સારા લાગે

માર્ક બ્રાયન નામના એક હિંમતબાજે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે

નવી દિલ્હી, તા.૧૪: ફેશન જગતમાં ચિત્રવિચિત્ર ટ્રેન્ડ શરૂ કરવા માટે જાણીતી ઇટાલિયન હાઈએન્ડ બ્રેન્ડ ગુચીએ થોડાક સમય પહેલાં યુનિસેકસ કપડાં અને ફૂટવેઅર લોન્ચ કરી હતી. એ પછી તો ફેશનનિસ્ટોમાં આ વિશે સારીએવી ચર્ચા જાગી હતી. મોટા ભાગના લોકોનું માનવું હતું કે સ્ત્રીઓનાં કપડાં કદી યુનિસેકસ હોઈ જ ન શકે. કોઈ પુરુષ સ્કર્ટ પહેરે કે લેડીઝ શૂઝ પહેરે એ તો કેવું લાગે? કોઈ આવાં યુનિસેકસ કપડાં પહેરશે જ નહીં એવું લાગી રહ્યું હતું, પરંતુ માર્ક બ્રાયન નામના એક હિંમતબાજે સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. આ ભાઈએ સ્કર્ટ અને હાઇ-હીલ્સ પહેરીને પોતાના એટલા બધા ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર મૂકયા છે કે લોકો નવાઈ પામ્યા છે. દ્યણા પુરુષોનું તો કહેવું છે કે માર્ક તો સ્ત્રીઓ કરતાં પણ વધુ ઇમ્પ્રેસિવ રીતે સ્કર્ટ અને હાઈ હીલ્સ કરી શકે છે. માર્કના ફોટો ફેસબુક પર જબરા વાઇરલ થય છે અને લોકો તેને તેના નામથી નહીં પણ યુરોપિયન અંકલ તરીકે બોલાવે છે.

નવી સ્ટાઇલિંગને કારણે માર્કભાઈને ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સમાં પણ રાતોરાત ઉછાળ આવ્યો છે. જોકે આ તસવીરો જોઈને સવાલ એ થાય કે ખરેખર માર્ક આવાં કપડાં પહેરીને ઓફિસે કે પાર્ટીઓમાં જાય છે ખરો? આ બાબતે સોશ્યલ મીડિયામાં કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી, પણ છેલ્લા કેટલાય દિવસથી રોજેરોજ માર્કના સ્કર્ટ અને હીલ્સના ફોટા જોવાની ઇન્તેજારી તેના ફોલોઅર્સમાં ઘણી વધી રહી છે.

(12:41 pm IST)