Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

લાન્સેટમાં પ્રકાશિત રિપોર્ટમાં થયો ખુલાસો

બીજીવારનું સંક્રમણ વધારે ખતરનાક

ભારત સહિત કેટલાય દેશમાં જોવા મળ્યા આવા કેસ

નવી દિલ્હી તા. ૧૪ : કોરોનાથી સાજા થયા એટલે સુરક્ષિત બની ગયા એવું જરાય નથી. અમેરિકામાં ૨૫ વર્ષનો એક યુવક ૪૮ દિવસ પછી ફરીથી સંક્રમણની ઝપટમાં આવી ગયો. વૈજ્ઞાનિકોએ રિસર્ચમાં જાણ્યું કે બીજીવારનું સંક્રમણ પહેલાની સરખામણીમાં વધુ ઘાતક હતું. એટલે સુધી કે યુવકને ઓકસીજન સપોર્ટ પર રાખવો પડયો. રિસર્ચરો અનુસાર, બીજીવારનું સંક્રમણ વધારે ખતરનાક બની રહ્યું છે. ભારત સહિત કેટલાય દેશોમાં આવા કિસ્સાઓ સામે આવ્યા છે.

લાન્સેટ ઇન્ફેકશીયસ ડીસીઝ જર્નલમાં પ્રકાશિત અભ્યાસ અનુસાર, અમેરિકાના નેવાડા રાજ્યમાં રહેતા ૨૫ વર્ષના એક વ્યકિતમાં ૨૫ માર્ચે કોરોનાના લક્ષણો જોવા મળ્યા. ૧૮ એપ્રિલે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. ત્યાર પછી તેને આઇસોલેશનમાં મોકલી દેવાયો હતો. જ્યાં તે સંપૂર્ણપણે સાજો થઇ ગયો હતો. મે મહીનામાં બે વાર તેના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા પણ ૨૮ મે એ ફરીવાર તેનામાં લક્ષણો જોવા મળ્યા. પાંચ દિવસ પછી તેની હાલત બગડતા તે હોસ્પિટલ પહોંચ્યો હતો.

ચીનમાં હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૫ ટકા લોકોમાં બીજીવાર સંક્રમણ જોવા મળ્યું હતું. મહામારી રોગના નિષ્ણાંત વાંગ ગુઇકિયાંગે મે માં આ દાવો કર્યો હતો. વાંગ કોરોનાના ઇલાજ માટે બનાવાયેલ ટીમનો હિસ્સો હતા. તેમણે કહ્યું હતું કે કદાચ વાયરસ દર્દીના ફેફસામાં ઉપસ્થિત હતો પણ જ્યારે નાકમાંથી સેમ્પલ લેવાયું ત્યારે વાયરસ તેમાં ઝડપાયો નહોતો. ભારતમાં પણ ફરીથી કોરોના થયો હોવાન ચાર કેસ સામે આવ્યા છે.(૨૧.૧૩)

ચાર મહત્વની વાત

૧. હોંગકોંગ, નેવાડા, ઇકવાડોર વગેરેમાં જેટલા પણ કેસો ફરીથી આવ્યા તે બધાને ૪૫ દિવસ પછી ફરીથી સંક્રમણ થયું.

૨. બીજીવાર સંક્રમિત થનારા મોટાભાગના લોકોની ઉપર ૨૫ થી ૪૦ વર્ષ હતી એટલે કે યુવાઓમાં ફરીથી સંક્રમણ સૌથી વધારે જોવા મળ્યું.

૩. મોટાભાગના કેસોમાં અલગ પ્રકારના સ્ટેનથી ફરીથી સંક્રમણ જોવા મળ્યું. મુંબઇમાં પણ ચાર કેસો જાહેર થયા તેમાં અલગ સ્ટેન જોવા મળ્યા.

૪. સંક્રમિત થવાનો અર્થ વાયરસ સામેની ઇમ્યુનિટી ખતમ થઇ ગઇ એટલે સાજા થનાર લોકોમાં એન્ટીબોડી ખતમ થવાથી પ્રશ્નો ઉભા થાય છે.

(12:42 pm IST)