Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

બાબા રામદેવને હાથી ઉપર બેસી યોગ કરવું ભારે પડ્યું ! જમીન પર પટકાયા ! લોકોએ ઉડાવી મજાક !

હાથી ચાલવા લાગતા બાબાએ સંતુલન ગુમાવ્યું : નીચે પટકાતા સ્ફૂર્તિથી ઉભા થઇ સાથીઓ સાથે હસવા લાગ્યા

નવી દિલ્હી : બાબા રામદેવ હાથી ઉપર બેસી ને યોગા કરવા જતાં બેલેન્સ ગુમાવતા હાથી ઉપરથી નીચે પટકાયા હતા જોકે તેઓ સ્ફૂર્તિ થી જમીન ઉપરથી ઉભા થઇ ગયા હતા પણ લોકોમાં મજાકનું કેન્દ્ર બની ગયા હતા.
બાબા રામદેવ હાથી ઉપર યોગ કરતી હતા ત્યારે જ હાથી ચાલવા લાગે છે પરિણામે બાબા તેમનું સંતુલન ગુમાવી દે છે અને નીચે પડી જાય છે.જોકે આ ઘટનામાં બાબાને કોઈ જ પ્રકારની ઈજા પહોંચી ન હતી. તેઓ જેવા નીચે પડ્યા તે સાથે જ ઉભા થઈ ગયા અને સાથીઓ સાથે હસવા લાગ્યા હતા.

જો કે રમણરેતી આશ્રમમાં રેતી હોવાના કારણે તેમના પડવાથી કોઈ પણ ઈજા નથી પહોંચી. તે ઝટપટ ઉભા થઈને હસવા લાગ્યા પરંતુ તેમના હાથીના ઉપરથી પડવાથી ત્યાં હાજર તમામ સંત તેમજ શ્રદ્ધાળુ પણ ચોંકી ઉઠ્યા હતા.

હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સોમવારનો કહેવામાં આવી રહ્યો છે. આ ઘટના તે સમયે બની જ્યારે મુથુરાના રમણરેતી આશ્રમમાં બાબા સંતોને યોગ અભ્યાસ શીખવાડી રહ્યા હતા

  આ ઘટના સોમવારે મથુરામાં મહાવન સ્થિત આશ્રમમાં બની હતી. સોશિયલ મીડિયામાં આ ઘટનાને લઈ મજાક થઈ રહી છે. એક યુઝરે બાબાને જોકર કહ્યાં. તે લખે છે કે- બાબા હાથી પર બેસીને સર્કસ કરી રહ્યા હતા અને પડી ગયા..જોકર. અન્ય એક યુઝરે પણ લખ્યુ કે ભારતમાં હાથી ઘણા લોકો કરતા વધારે સમજદાર છે. તે જાણે છે કે ક્યારે ફેક યોગી પ્રચાર માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે.આમ બાબા લોકો માં મજાકનું કેન્દ્ર બન્યા હતા અને ટ્રોલ થયા હતા.

(1:00 pm IST)