Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કેટલી શરમની વાત :સુશાંતનો મામલો બિહાર ચૂંટણીમાં નંબર એક ચૂંટણીના મુદ્દા તરીકે ઉપયોગ : શેખર સુમન

જોજો ચૂંટણી બાદ આ કેસ સંપૂર્ણ રીતે ગાયબ થઈ જશે :ડ્રગ કેસની તપાસ પણ ફુસ્સ ફટાકડો થઈ ગઈ. બધું છળ છે.

મુંબઈ : દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનને ચાર મહિના વીતી ચૂક્યા છે. દેશની ત્રણ મોટી તપાસ એજન્સીઓ મામલાની તપાસ કરી રહી છે પરંતુ તો પણ તેમાં કોઈ નિષ્કર્ષ નિકળીને આવ્યું નથી,

  અભિનેતા શેખર સુમને એક બાદ એક ઘણા ટ્વીટ કરતા નિશાન સાધ્યુ. તેઓએ લખ્યું, કેટલી શરમની વાત છે કે સુશાંતનો મામલો બિહાર ચૂંટણીમાં નંબર એક ચૂંટણીના મુદ્દા તરીકે ઉપયોગ થવા જઈ રહ્યો છે. ખુબ પહેલાથી જ આ ભવિષ્યવાણી કરવામાં આવી રહી હતી કે તેમનું મૃત્યુને ચૂંટણી સુધી જીવિત રાખવામાં આવી શકે છે અને જોજો ચૂંટણી બાદ આ કેસ સંપૂર્ણ રીતે ગાયબ થઈ જશે.'

વધુ એક ટ્વીટમાં શેખર સુમને લખ્યું, 'હાલ સુશાંતની ચર્ચા અચાનક દરેક ન્યુઝ ચેનલમાંથી ગાયબ કેમ થઈ ગઈ? અમે એક જવાબ માંગીએ છીએ. ક્યાં ગયા આટલા બધા લોકો જેમને શંકાના દાયરામાં જબરજસ્તી લાવવામાં આવ્યા હતા? ડ્રગ કેસની તપાસ પણ ફુસ્સ ફટાકડો થઈ ગઈ. બધું છળ છે..'

શેખર સુમને કહ્યું કે ભલે કંઈ પણ થઈ જાય પરંતુ તે શાંત નહીં બેસે. તેઓએ લખ્યું, 'પરંતુ અમે હાર નહીં માનીએ. અમે લડતા રહીશું. તેના માટે સાચુ અને ખોટું, ભગવાન અને શૈતાન, ઈમાનદારી અને બેઈમાની વચ્ચે એક લડાઈ થશે. જોઈએ છીએ કોણ જીતે છે.'

(1:07 pm IST)