Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

વીટામીન 'ડી'થી કોરોના સામે ફાયદો મળી શકે છે???

દરરોજ ર૦ થી પ૦ માઇક્રોગ્રામ વીટામીન-ડી લેવાની રિસર્ચમાં સલાહ : એક રિસર્ચ અનુસાર વીટામીન ડી આ બિમારીની ગંભીરતાને ઘટાડી શકે છે

નવી દિલ્હી તા. ૧૪: કોરોના મહામારીના વધતા કહેર અને જોમના કારણો અચાનક બધી જગ્યાએ ખાવાની એવી ચીજોની ચર્ચાઓ થવા લાગી છે જેનાથી ઇમ્યુનીટી વધે. કોરોનાનો ઇલાજ હજુ સુધી ન મળ્યો હોવાથી લોકડાઉન સમાપ્ત થવું અત્યારે અઘરૃં છે. આજ કારણ છે કે લોકો આ જીવલેણ ઇન્ફેકશનથી બચવા અને ઇમ્યુનીટી વધારવા માટે વિટામીનો અને સપ્લીમેન્ટનો સહારો લઇ રહ્યા છે.ગયા મહિને થયેલા એક રિસર્ચ અનુસાર, વિટામીન-ડી સપ્લીમેન્ટ કોરોના વાયરસ જેવા શ્વાસ સંબંધી રોગોના પ્રતિરોધમાં મહત્વની ભૂમિકા નિભાવી શકે છે. આઇરીશ મેડીકલ જર્નલમાં પ્રકાશિત એક રિસર્ચ અનુસાર વિટામીન-ડી આ રોગની ગંભીરતા ઘટાડી શકે છે. સાથે  જ આ રિસર્ચમાં વયસ્કોને દિવસમાં ર૦ થી પ૦ માઇક્રોગ્રામ વીટામીન ખાવાની સલાહ પણ આપવામાં આવી છે.તો ઇંગ્લેન્ડના જાહેર આરોગ્ય વિભાગે પણ કોરોના મહામારીમાં લોકોને વસંત અને ગ્રીષ્મની આખી મોસમમાં વીટામીન-ડી લેવાની સલાહ આપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વીટામીન-ડી ને સનશાઇન વીટામીન પણ કહેવામાં આવે છે કેમ કે તે સૂર્યના પ્રકાશની પ્રતિક્રિયામાં શરીરમાં જ ઉત્પન્ન થાય છે. તેનાથી શરીરમાં કેલ્શીયમ અને ફોસ્ફેસ અવશોષણ વધે છે જે આપણી ઇન્યુન સીસ્ટમમાં પણ મહત્વનો રોલ ભજવે છે એટલે સારી અને મજબૂત ઇમ્યુનીટી માટે તેનું સેવન જરૂરી છે. કઠોળ, ઇંડા, માછલી અને મટન વીટામીન-ડીના સારા સ્ત્રોત છે. આ ઉપરાંત તે દૂધ અને અનાજમાં પણ હોય છે વીટામીન-ડી ઇમ્યુનીટી સીસ્ટમના કામમાં મહત્વની ભૂમિકા નિભાવે છે જે વાયરસ અને કીટાણુઓ સામે શરીરમાં સૌથી પહેલા બચાવ કરે છે. આ વીટામીનમાં એન્ટ્રી-ઇન્ફલેમેટરી અને ઇમ્યુનો રેગ્યુલેટરી ગુણો છે, જે ઇમ્યુન સીસ્ટમના કામ માટે બહુ જરૂરી છે. વીટામીન-ડીનું ઓછું હોવું સંક્રમણ, બીમારીઓ સામેનું જોખમ વધારવા સાથે સંકળાયેલ છે.

(2:52 pm IST)