Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

કોરોના વાયરસનો અંત હવે નજીકના ભવિષ્યમાં

ટ્રમ્પે ચૂંટણી સભામાં કહ્યું જો બીડેન જીતશે તો ચીન જીતશે

વોશિંગ્ટન, તા. ૧૪ : પેન્સીલવેનિયામાં પોતાના ચૂંટણી પ્રચાર દરમ્યાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે આ ચૂંટણીમાં બહુ સરળ પસંદગી કરવાની છે. જો બીડેન જીતશે તો ચીન જીતશે. અમેરિકન રાષ્ટ્રપતિએ ચૂંટણી આડે થોડા દિવસો બાકી છે ત્યારે પોતાના હરીફ પર હુમલાઓ કરવાનું ચાલુ જ રાખ્યું છે.

પેન્સીલવેનીયા ખાતેની સભામાં ટ્રમ્પે એવું પણ કહ્યું કે ટુંક સમયમાં આપણે કોરોના વાયરસનો ખાત્મો કરવાના છીએ, તેમણે ઉમેર્યું  કે બહુ થોડા સમયમાં આ વાત હકીકત બનવાની છે. આ રેલીમાં ટ્રમ્પે કહ્યું હતું કે અત્યાર સુધી તમે અમેરિકા માટે માફી માગનારા પ્રમુખ જોયા છે પણ અત્યારે તમારી પાસે એવા રાષ્ટ્રપતિ છે જે અમેરિકા અને તમારા પેન્સીલવેનીયાને ઉભુ કરવા માટે ખડેપગે ઉભા છે.

(2:53 pm IST)