Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

વધુ એક મહિલા ઉપર હેવાનિયત : આંખો ફોડી નિર્મમ હત્યા

ખેતરમાંથી નિર્વસ્ત્ર મૃતદેહ મળી આવ્યો તીક્ષ્ણ હથિયારના અનેક ઘાના નિશાન

જયપુર, તા. ૧૪ :  બાંદ્રામાં એક મહિલાની નિર્મમ હત્યા કરી અણીદાર હથીયારથી તેની આંખ ફોડી નિર્વસ્ત્ર કરી ખેતરમાં ફેંકી દેવાનો મામલો સામે આવતા ચકચાર મચી ગઇ છે. મહિલાના ગળા અને કમરમાં પણ હથીયારના ઘા મળ્યા હતા. પોલીસે મહિલાની વાસણના વેપારી રામભવને પુત્રી સુનિતાના લગ્ન ર૦૧પમાં ભૈરમદીન સાથે કરેલ. લગ્નના બીજા વર્ષે સુનીતાએ પુત્રીને જન્મ આપતા સાસરાવાળાનો ત્રાસ શરૂ થયેલ.  ત્રાસના કારણે સુનિતા સાસરાવાળાઓથી અલગ રહેવા મંડી હતી પણ ત્રાસ બંધ થયેલ નહીં સોમવારે સવારે તેના ઘરથી લગભગ ૩૦૦ મીટર દૂર એક નિર્વસ્ત્ર મૃતદેહ મળેલ. મૃતદેહની નજીક સુનિતાના ચપ્પલ, મોબાઇલ, લોટો, પ્લાસ્ટીકનો ગ્લાસ, દેશીદારૂ અને પાણીના પાઉચ પણ મળેલ. સુનિતાની બન્ને આંખો ફોડી નાખવામાં આવેલ. ઉપરાંત શરીર ઉપર અસંખ્ય ઘા હતા.  પોલીસે સુનિતાના રૂમની તપાસ કરતા ત્યાંથી તૂટેલી બંગડીઓ, માથામાંથી ખેંચાયેલ વાળ મળેલ. જેથી શંકા છે કે પહેલા રૂમમાં મારપીટ કરી અને ખેતરમાં સુનિતાની હત્યા કરાયેલ. પોલીસે સુનિતાની માતાની ફરીયાદના આધારે ૬ લોકોની ધરપકડ કરી છે જયારે પતિ ભૈરમદિન ફરાર છે.

(2:54 pm IST)