Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સપ્ટેમ્બરમાં જથ્થાબંધ મોંઘવારી દરમાં ૧.૩૨ ટકાનો વધારો

આમ આદમીને રાહત નહિ

નવી દિલ્હી તા. ૧૪ : આમ આદમીને મોંઘવારીથી રાહત મળતી નજર આવી રહી નથી. ખાદ્ય વસ્તુઓના ભાવોમાં તેજીના લીધે જથ્થાબંધ ભાવ પર આધારિત મોંઘવારી સપ્ટેમ્બર ૨૦૨૦માં વધીને ૧.૩૨ ટકા થયો છે. આજે થયેલા આધિકારીક આંકડાના જણાવ્યા મુજબ જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક પર આધારિત મોંઘવારીનો વાર્ષિક દર સપ્ટેમ્બરમાં ૧.૩૨ ટકા રહે જે ગયા વર્ષની સરખામણીએ ૦.૩૩ ટકા હતી.

જથ્થાબંધ કિંમતો પર આધારિત મોંઘવારી ઓગસ્ટમાં ૦.૧૬ ટકા હતી તે પહેલા જથ્થાબંધ મૂલ્ય સૂચકાંક - મોંઘવારી સતત ચાર મહીનામાં નકારાત્મક હતી.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા મુજબ ખાદ્ય વસ્તુઓની મોંઘવારી ૮.૧૭ ટકા રહ્યો. જ્યારે ઓગસ્ટમાં તે ૩.૮૪ ટકા હતી. સમીક્ષાધીન સમયગાળામાં અનાજની કિંમતોમાં ઘટાડો આવ્યો. જ્યારે દાળો મોંઘી થઇ છે. આ દરમિયાન શાકભાજીના મોંઘા થવાનો દર ૩૬.૫૪ ટકાના ઉચ્ચસ્તર પર હતો.

(3:42 pm IST)