Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ભારતના જાહેર દેવાના ડુંગરે દબાશે: જાહેર દેવું કુલ જીડીપીના 90 ટકા સુધી પહોંચી શકે :IMF

જાહેર ખર્ચમાં વૃદ્ધિ ,ઓછી કર આવક અને આર્થિક ગતિવિધિ ઘટતા જાહેર દેવું 17 ટકા વધશે

નવી દિલ્હી : ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યુ કે, કોરોના સંકટરને કારણે ખર્ચમાં જંગી વધારાને પરિણામે ભારતના જાહેર દેવાનો ગુણોત્તર 17 ટકા વધીને તેની કુલ જીડીપીના 90 ટકાના સ્તર સુધી પહોંચી શકે છે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા એક દાયકાથી ભારતનો પબ્લિક ડેટ રેશિયો કુલ જીડીપીના 70 ટકાની આસપાસ જળવાઇલો જોવા મળ્યો છે.

આઇએમએફના રાજકોષીય બાબતોના વિભાગના ડિરેક્ટર વિટોર ગૈસપરે કહ્યુ કે, અમારા અંદાજ મુજબ કોરોનાના કારણે જાહેર ખર્ચમાં વૃદ્ધિ અને ઓછી કર આવક તથા આર્થિક ગતિવિધિઓમાં ઘટાડાને કારણે ભારતનું જાહેર દેવું 17 ટકા વધીને જીડીપીના 90 ટકાની લગોલગ પહોંચી જશે.

તેમણે વધુમાં જણાવ્યુ કે, આ ગુણોત્તર વર્ષ 2021માં સ્થિર રહેવાનો અંદાજ છે અને અંદાજીત સમયગાળા 2025ના અંત સુધી ધીમે ધીમે ઘટશે. જોવા જઇએ તો ભારતમાં જાહેર દેવાનું જે સ્વરૂપ છે, તે દુનિયામાં લગભગ સમાન દેશો જેવુ છે. ગૈસપરે કહ્યુ કે, આ રસપ્રદ છે કે, ડેટ રેશિયો જીડીપીના 70 ટકાના સ્તરે છેલ્લા એક દાયકાથી પણ વધારે સમયથી સ્થિર છે.

ભારતની રાજકોષીય સ્થિતિના આંકલન વિશે પૂછતા તેમણે કહ્યુ કે, ભારત 1991માં આર્થિક ઉદારીકરણ બાદ વિશ્વના વિકાસની દ્રષ્ટિથી મહત્વપૂર્ણ સ્ત્રોત છે. ગૈસપરે કહ્યુ કે, દેશનો વાસ્તવિક જીડીપી વૃદ્ધિદર 1991થી 2019 દરમિયાન સરેરાશ 6.5 ટકા રહ્યો છે. તો વાસ્તવિક જીડીપી વ્યક્તિદઠી આ દરમિયાન ચાર ગણી વધી છે. વૃદ્ધિના મોરચે આ પ્રોત્સાહન પ્રદર્શનના કારણે કરોડો લોકો ગરીબી રેખામાંથી બહાર આવી શક્યા છે.

(9:02 pm IST)