Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

હૈદરાબાદમાં ભારે વરસાદ પછી દીવાલ પડવાથી બે માસના બાળક સહિત ૯ લોકોના મોત થયા

હૈદરાબાદના જૂના શહેરમાં ભારે વરસાદના કારણે લગભગ ૧૦ ઘરો પર કમ્પાઉન્ડ વોલ પડવાથી બે મહિનાના બાળક સહિત ૯ લોકોના મોત થયા છે. એ.આઇ.એમ.આઇ.એમ.ના અધ્યક્ષ અસદુદીન ઔવૈસીએ પણ મોહમ્મદિયા હિલ્સમાં ઘટનાસ્થળની મુલાકાત લીધી ભારે વરસાદના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ છે.

(10:02 pm IST)