Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ચીનનું ચસ્કી ગયું : રાષ્ટ્રપતિ જિનપિંગે સૈનિકોને કહ્યું યુદ્ધની તૈયારીમાં લાગો, હાઈએલર્ટની સ્થિતિમાં રહો

જિનપિંગે કહ્યું મરીન કોરને યુદ્ધની તૈયારીઓ અને યુદ્ધક ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ

ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગે પોતાના સૈનિકોને યુદ્ધની તૈયારી કરવા માટે કહ્યું છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે જિનપિંગે ચીની સૈનિકોને દેશ માટે સંપૂર્ણ વફાદાર રહેવા કહ્યું છે.

જિનપિંગે મંગળવારે ગ્વાંગડોંગમાં એક સૈન્ય કેમ્પની મુલાકાત કરી. અહીં તેમણે ચીની સૈનિકોને કહ્યું કે, પુરુ મગજ અને શક્તિ યુદ્ધની તૈયારીમાં લગાવો અને હાઈએલર્ટની સ્થિતિમાં રહો. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી કે તેમનું નિવેદન ભારત કે અમેરીકા કે અન્ય દેશમાં માટે હતું જેની સાથે ચીનનો તણાવ ચાલી રહ્યો છે.

પીપલ્સ લિબરેશન આર્મી(PLA) મરીન કોર્પ્સમાં પોતાના સંબોધનમાં શી જિનપિંગે સૈનિકોને સંપૂર્ણપણે વફાદાર અને બિલકુલ વિશ્વસનિય રહેવા સિવાય હાઈ એલર્ટ પર રહેવા કહ્યું. જિનપિંગે પરિવર્તન અને નિર્માણને ઝડપ આપવા, ફાઈટ ક્ષમતાઓના સુધારમાં તેજી લાવવા અને ઘણી ક્ષમતાઓ સાથે એક મજબૂત ફોર્સ બનાવવાના પ્રયાસ કરવા પર ભાર આપ્યો.હતો 

તેમણે કહ્યું કે, ફોર્સ મલ્ટિફંક્શનલ પરિસ્થિતિઓમાં લડવા સક્ષમ હોય. મરીન કોરને યુદ્ધની તૈયારીઓ અને યુદ્ધક ક્ષમતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ અને તત્પરતાનું એક ઉચ્ચ સ્તર બનાવી રાખવું જોઈએ.

સરહદે તણાવ ઓછો કરવા માટે ભારત અને ચીન વચ્ચે વાતચીત ચાલી રહી છે. 12 ઓક્ટોબરે બંન્ને દેશો વચ્ચે સાતમાં દૌરની સૈન્ય વાર્તા થઈ. બંન્ને દેશોની સેનાઓ તરફથી મંગળવારે એક સંયુક્ત નિવેદનમાં કહેવામાં આવ્યું કે, વાર્તા સકારાત્મક અને રચનાત્મક રહી. જોકે પૂર્વિય લદ્દાખમાં ઘર્ષણવાળા પોઈન્ટ પરથી સૈનિકોની ઝડપથી પીછેહઠને લઈને કોઈ સફળતા જોવા મળી નથી. બંન્ને પક્ષોમાં મતભેદોને વિવાદોમાં તબદીલ નહી થવા દેવાને લઈને પોતાના નેતાઓ વચ્ચે બનેલી સહમતિને ઈમાનદારીથી લાગૂ કરવા પર સહમતિ વ્યક્ત કરી. ભારતે ઘર્ષણવાળા તમામ પોઈન્ટ પર એપ્રીલથી પહેલા જેવી સ્થિતિની બહાલી પર ભાર મુક્યો. બંન્ને સેનાઓ વચ્ચે ઘર્ષણ પાંચ મેથી શરૂ થયું હતું.

(11:19 pm IST)