Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

શિખર ધવન બન્યો સૌથી વધુ અર્ધશતક કરનાર ભારતીય ખેલાડી: ટુર્નામેન્ટમાં 39 ફિફટી ફટકારી

વિરાટ કોહલી, રોહિત શર્મા અને સુરેશ રૈનાના રેકોર્ડને તોડ્યો

 

મુંબઈ : દિલ્હી કેપીટલ્સના ઓપનર બેટ્સમેન શિખર ધવને સિઝનની 30 મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે શાનદાર રમત દાખવી છે ઓપનર પૃથ્વી શો ઇનીંગ્સના પ્રથમ બોલ પર ક્લીન બોલ્ડ અને બાદમાં અજીંક્ય રહાણે બે રન બનાવીને આઉટ થયો હતો. શિખર ધવને બાદમાં કેપ્ટન શ્રેયસ ઐયર સાથે મળીને ઇનીંગને સંભાળી અને ત્રીજી વિકેટ માટે 85 રનની ભાગીદારી કરી હતી

જોકે શિખર ધવન જ્યારે 53 રન પર હતો ત્યારે શ્રેયસ ગોપાલના બોલ પર કાર્તિક ત્યાગીના હાથે કેચ આઉટ થયો. શિખર ધવને ટી-20 લીગની ટુર્નામેન્ટમાં 39મી અર્ધશતક બનાવી. સાથે તે લીગમાં વધુ ફીફટી નોંધાવનારો ભારતીય ખેલાડી બની ગયો. સાથે તેણે વિરાટ કોહલી, રોહિત શર્મા અને સુરેશ રૈનાના રેકોર્ડને તોડ્યો છે. .

(11:57 pm IST)