Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

ન્યૂઝીલેન્ડને પ્રથમ ટેસ્ટ જીત અપાવનાર દિગજ્જ ક્રિકેટર કેપ્ટન જોન રીડનું 92 વર્ષની ઉંમરે નિધન

તેમણે 34 ટેસ્ટ મેચોમાં ન્યૂઝીલેન્ડની આગેવાની કરી :58 ટેસ્ટ મેચ રમી 33.28ની એવરેજથી 3428 રન બનાવ્યા : 85 વિકેટ ઝડપી હતી.

 

ઓકલેન્ડઃ ન્યૂઝીલેન્ડના સૌથી વયોવૃદ્ધ ક્રિકેટર અને પૂર્વ કેપ્ટન જોન રીડનું નિધન થયુ છે. તેઓ 92 વર્ષના હતા ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (એનઝેડસી) જાણકારી આપી છે. રીડની ગણના 50 અને 60ના દાયકામાં વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં થતી હતી તેમણે 34 ટેસ્ટ મેચોમાં ન્યૂઝીલેન્ડની આગેવાની કરી હતી. તેમની આગેવાનીમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ ત્રણ વિજય મેળવ્યા હતા

ન્યૂઝીલેન્ડ ક્રિકેટના મુખ્ય કાર્યકારી ડેવિડ વાઇટે નિવેદનમાં કહ્યુ- દેશના જન જન તેમના નામથી વાકેફ હતો અને આગળ પણ રહેશે. તેમના ધ્યાનમાં જે પણ વાત લાવવામાં આવે તેમણે તેના માટે રસ્તો બનાવવામાં મદદ કરી. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ તરફથી તેમના નિધનનું કારણ જણાવવામા આવ્યું નથી. રીડનો જન્મ ઓકલેન્ડમાં થયો હતો પરંતુ તેમણે વેલિંગટનમાં અભ્યાસ કર્યો હતો.

તેમણે 246 પ્રથમ શ્રેણી મેચોમાં 41.35ની એવરેજથી 16128 રન બનાવ્યા જેમાં 39 સદી સામેલ છે. તેમણે 22.60ની એવરેજથી 466 વિકેટ પણ ઝડપી હતી. આક્રમક બેટ્સમેન અને ફાસ્ટ બોલર રીડે 1949મા 19 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તેમણે 58 ટેસ્ટ મેચ રમી તથા 33.28ની એવરેજથી 3428 રન બનાવવાની સાથે 33.35ની એવરેજથી 85 વિકેટ ઝડપી હતી

રીડે ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી હતી. તેમનો સર્વોચ્ચ સ્કોર 142 રન હતો જે તેમણે દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 1961મા બોક્સિંગ ડે ટેસ્ટમાં બનાવ્યો હતો. તેમણે 1965મા ક્રિકેટને અલવિદા કહી દીધુ હતું. બાદમાં તેઓ ન્યૂઝીલેન્ડના પસંદગીકાર, મેનેજર અને આઈસીસી મેચ રેફરી બન્યા હતા

(12:11 am IST)