Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સાવધાન : રેલવેની મુસાફરોને ચેતવણી :ટ્રેનમાં કોવીડ ગાઈડલાઇનનું પાલન નહિ કરો તો થશે જેલ અને દંડ

માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના પ્રોટોકોલ અને નિયમોનું પાલન કરવું પડશે

નવી દિલ્હી : કોરોનાની સારવાર પછી રેલવેમાં મુસાફરી કરનારે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના પ્રોટોકોલ અને નિયમોનું પાલન કરવું પડશે, જો આ નિયમોનું પાલન નહીં કરે તો તેવા મુસાફરો સામે રેલવે એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ કરવામાં આવશે અને જેલની સજા ઉપરાંત દંડ પણ ભરવો પડશે, એમ રેલવે પોલીસ ફોર્સે આજે કહ્યું હતું.

આગામી તહેવારોની દિવસોમાં મુસાફરી કરનારાઓ માટે રેલવે પોલીસ ફોર્સે વિગતવાક માર્ગરેખા જાહેર કરી હતી.માર્ગરેખામાં મુસાફરી કરતી વખતે મુસાફરે શું કરવું અને શું ના કરવું જેની સમજણ અપાઇ હતી.કોરોનાની સારવાર પછી સાજા થયાની જાહેરાત અથવા તો રિપોર્ટની રોહ જોતા હોવ ત્યારે મુસાફરીમાંં માસ્ક ફરજીયાત અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

જાહેરમાં ઇરાદાપૂર્વક થુંકવું અથવા તો શૌચ ક્રિયા કે પેશાબ કરવા પર પણ પ્રતિબંધ રહેશે, એમ આરપીએફએ કહ્યું હતું.રેલવે સ્ટેશને અને ટ્રેનમાં ગંદકી કરવી અથવા તો જાહેર આરોગ્યને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ કરવી કે બિન આરોગ્યપ્રદ વાતાવરણ ઊભું કરવું પણ ગુનો ગણાશે.કોરોનાવાઇરસ ફેલાતું અટકાવાવ માટે રેલવે દ્વારા જાહેર કરાયેલી માર્ગરેખા પર અમલ નહીં કરવું એ ગુનો બનશે, એમ પણ કહેવામાં આવ્યું હતું.

(12:13 am IST)