Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

વેસ્ટર્ન રેલવેની ખાસ ડ્રાઈવમાં 87,55 લાખની ગેરકાયદે ટિકિટો ઝડપાઈ:315 લોકોની ધરપકડ

જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન 5547 ગેરકાયદે ટિકિટ ઝડપાઇ :298 કેસોમાં રૂ. 87.55 લાખનો મુદ્દામાલ કબજે

મુંબઈ : વેસ્ટર્ન રેલવેની ટિકિટ ચેકિંગ ડ્રાઈવમાં 5547 ગેરકાયદે ટિકિટ ઝડપાઇ હતી. જેમાં ઇ-ટિકિટો તેમજ જર્ની-કમ-રિઝર્વેશન ટિકિટનો સમાવેશ થાય છે. જુલાઈથી સપ્ટેમ્બર, 2020ના ગાળા દરમિયાન વેસ્ટર્ન રેલવેના રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ડ્રાઈવ દરમિયાન 298 કેસોમાં રૂ. 87.55 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને 315 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી.

  જુલાઈથી સપ્ટેમ્બરના સમાન ગાળામાં ગયા વર્ષ દરમિયાન ઇ-ટિકિટ સહિત કુલ 2099 ટિકિટો ગેરકાયદે ઝડપાઈ હતી. જેમાં 50.16 લાખ રૂપિયા કબજે કરવામાં આવ્યાં હતાં અને 146 કેસોમાં 171 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. તેથી ગયા વર્ષની તુલનામાં ધરપકડ કરાયેલા વ્યક્તિઓની સંખ્યા, જપ્ત કરેલી ટિકિટની સંખ્યા અને ઇ-ટિકિટના મૂલ્યમાં આ વર્ષે નોંધપાત્ર વધારા સાથે કેસની સંખ્યા ડબલ કરતાં પણ વધુ છે.

(1:00 am IST)