Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

આર એસ એસ વાળા મહાત્મા ગાંધીને હટાવી સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેશે : જેમના ઉપર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ હતો તે આર એસ એસ દેશના ઇતિહાસને વિકૃત કરી રહેલ છે : અસદુદીન ઓવૈસી : દેશમાં કોઈ એક રાષ્ટ્રપિતા હોઈ શકે નહીં : સાવરકરના પુત્ર રણજિત સાવરકર

ન્યુદિલ્હી : કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહના મંતવ્યથી વિવાદ સર્જાયો છે. તેમણે કહ્યું હતું કે 1910 ના દાયકામાં આંદામાનમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા સાવરકરની દયા અરજીઓ કેદીનો અધિકાર છે અને તેણે મહાત્મા ગાંધીના કહેવા પર દયા અરજી કરી હતી.

રાજનાથ સિંઘના મંતવ્ય વિષે ટીકા કરતા AIMIM ના નેતા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે આર એસ એસ વાળા મહાત્મા ગાંધીને હટાવી સાવરકરને રાષ્ટ્રપિતા બનાવી દેશે જેમના ઉપર મહાત્મા ગાંધીની હત્યાનો આરોપ હતો તે દેશના ઇતિહાસને વિકૃત કરી રહેલ છે.

હવે આ વિવાદમાં સાવરકરનાપુત્ર રણજિત સાવરકરે પણ ઝંપલાવ્યું છે. તેણે જણાવ્યું છે કે દેશમાં કોઈ એક રાષ્ટ્રપિતા હોઈ શકે નહીં.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.
 

(12:00 am IST)