Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં

નોરતુ ૮ મું - નવરાત્રી દરમ્યાન વેદમાતા ગાયત્રીની ઉપાસના

આસો માસની નવરાત્રીના પાવન પર્વના દિવસોમાં અનેક શ્રદ્ધાળુ ભકતો વેદમાતા ગાયત્રી કે જે મનુષ્યને આત્મબળના અધિષ્ઠાત્રી દેવી તરીકે  આધિ-વ્યાધિ-ઉપાધીથી મુકત કરે છે તેનુ અનુષ્ઠાન કરે છ.ે
આપણી ભારતીય સંસ્કૃતીની ચાર આધારશીલાઓ છે. (૧) ગાયત્રી (ર) ગીતા (૩) ગંગા અને (૪) ગાવ આ ચાર આધારશીલામાં ગાયત્રીનું સ્થાન પ્રમથ છે. ગાયત્રીની ઉત્પની બ્રહ્માના દેહમાંથી થઇ છે. અને સૃષ્ટીની રચનામાં તેમણે બ્રહ્માજીની સહાયતા કરી હતી. સૃષ્ટીની રચના પછી બ્રહ્માના મુખમાંથી જે વાણી વહેતી થઇ તેને ગાયત્રીએ મંયાદિત કરી જેમાંથી ચાર વેદનું નિર્માણ થયું અને એટલે ગાયત્રી વેદોની જન્મદાતા વેદમાતા તરીકે પ્રસિધ્ધ થયા. અને તેમનો સૃષ્ટી પર આર્વિભાવ વધવા લાગ્યો એટલે આદ્યશકિતના નામે પ્રસિધ્ધ થયા. આદ્યશકિત ગાયત્રી માતાના ત્રણ સ્વરૂપો સત્ય, રજસ અને તમામ અનુક્રમે માતા સરસ્વતી, માતાલક્ષ્મી અને માતાકાલી સ્વરૂપે ભજાય છે.
ગાયત્રી મંત્ર ''ઁ ભુર્ભુવઃ સ્વ. તત્સવિતુર્વેરણ્ય ભર્ગો દેવસ્ય ધી મહી ધિયો પોતઃ પ્રચોદયાત'' દ્વારા ભકતો દ્વારા વિનંતી કરવામાં આવી છે કે ''તે પ્રાણસ્વરૂપ દુઃખનાશક, સુખરૂપ, શ્રેષ્ઠ તેજસ્વી અને પાપનાયક એવા બ્રહ્મસ્વરૂપ પરમાત્મને અમે ધારણ કરીને છીએ હે પરમાત્મા અમારી બુધ્ધિને સન્માર્ગે પરેરિત કર્યે'' જેઠ સુદ અગ્યારસે ગાયત્રી જયંતીની ઉજવણી કરવામાં આવે છ.ે
માતા ગાયત્રીના ઉપાસના થતી મનુષ્યના બધા પાપોનો નાશ થઇ મોક્ષના દ્વારે પહોચાય છ.ે ગાયત્રી અમોધ શકિતનું પ્રચંડ દેવી સ્વરૂપ છ.ે
ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં જણાવ્યું છે કે સર્વછંદોમાં હુ ગાયત્રી છંદ છું ગાયત્રી મંત્ર ગાયત્રી છંદમાં રચાયેલો છે વૈદિક કાળથી આજ મુળ આ મંત્રની અપાર સાધના થઇ છે. ગાયત્રી મંત્રના ર૪ અક્ષર ર૪ દેવતાઓનું પ્રતિનિધત્વ કરે છ.ે
ગાયત્રી મંત્રના અનુષ્ઠાનથી અનેક શકિતઓ પા્રપ્ત થાય છે. અને માણસનુ બ્રહ્મતેજ વધેછ.ે અને પરમ ગીત પ્રાપ્ત થાય છે ઋષિ-મુનીઓએ  આ મંત્રને આધ્યાત્મિક અને સાંસારીક સમૃધ્ધીનો મહામંત્ર કીધો છ.ે ખૂદ બ્રહ્માજીએ આ મંત્રની વ્યાખ્યામાં કહ્યું છે ઁ ભૂર્ભવઃ સ્વ.થી રૂવદેદ તત્સાવિતુવરેણ્યમથી યજાુર્વેદ ભોર્ગો દેવસ્ય ધિમહીથી સામવેદ આને ધિયો યોનઃ પ્રયોદયાતથી અથર્વવેદનું નિર્માણ થયું છે. આવીજ યજ્ઞોપવિત સમયે બ્રાહ્મારૂપે ગાયત્રી મંત્રની દીક્ષા ગ્રહણ કરે છ.ે અને નિત્ય પાઠ પણ કરે છે.
નવરાત્રી દરમ્યાન ભકતો દ્વારા ગાયત્રી મંત્રના ર૪,૦૦૦ મંત્રો કે ર૪ લાખ મંત્રોનુ અનુષ્ઠાત વહેલી સવારે પ્રાતઃ મુર્હુતમાં કરે છ.ે અને મા ગાયત્રીની કૃપા પ્રાપ્ત કરી ખોટી ભાંતિઓ, આધિ, વ્યાધી, ઉપાધીમાંથી મુકત બનેછ.ે ગાયત્રી મંત્રનો જાપ કરનારને સંસારનું કોઇ દુઃખ રહેતુ નથી ગાયત્રીના જપથી માનસીક-શાંતિ અને સ્થિરતા મળે છ.ે
ભગવતી કલ્યાણીમાતા  સ્કંદમાતાની આરાધના
માતાની પૂજાથી મોક્ષનો માર્ગ સુલભ થાય છે. વિદ્વાનો અને સેવકોને ઉત્પન્ન કરનારી આ દેવી છે. એટલે કે ચેેેતનાનો નિર્માણ કરનાર દેવી કાલીદાસ રચિત રધુવંશન્ય મહાકાવ્ય અને મેધદુત પણ માતાની કૃપાથીજ રચાયા હતા.
 માતાની ચાર ભુુજાઓ છ.ે જેમાં માતાજીએ પોતાના બંને હાથમાં કમળનું ફુલ રાખ્યુ છે. એકભુજા ભકતોને આશિષ આપવા ઉપર છે. જયારે એક હાથે તેમણે પોતાના પુત્ર સ્કંદને તેડેલો છ.ે તેથી તેમને પદ્યાસન પણ કહેવામાં આવે છ.ે તેમનુ઼ વાહન સિંહ છ.ે
માતાજીની કૃપાથી ભકતોની તમામ ઇચ્છાઓ પુર્ણથાય છ.ે સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને કાંતિમય થઇ જાય છ.ે
 માતાનું સૌ વર્ષ જુનુ મંદિર કાશીમાં બાણેશ્વરી દેવી મંદિર પરીસરમાં છ.ે
કલ્યાણીમાતા સૌના મંગલકારી છ.ે કલ્યાણી શિવા છે. બધા પુરૂષાર્થની સિધ્ધિ પ્રદાયક છે.
ભગવતી કલ્યાણી સ્કંદમાતાની આરાધના વિશે પાંચમા દિવસનું શાસ્ત્રોકત કથિત ખુબ મહત્વનું છે.અધ્યતમ પથના સાધકો  અદિને વિશુધ્ધ ચૈતન્યની આરાધના કરે છ.ે દુર્ગાસપ્તશતિમા કવચમાં બ્રહ્માએ જગદંબાની સ્તુતીમાં કહ્યું છે,
પ્રથમ શૈલી પુત્રીય દ્વિતીય બ્રહ્મચારિણી, તૃતીય ચંદ્રઘંટેતિ કૃષ્માંડતે ચતુર્થકય પંચમ, સ્કંદ માતેતી ષષ્ઠ કાત્યયીનીમ નવમ સિધ્ધિરાત્રી ન નવદુર્ગા પ્રકિર્તિતા ઉત્કાન્યેતાનિ નામાનિ બ્રહ્મણેવ મહાત્વના બ્રહ્માજીએ કવમ સ્તૃતિમાં કહ્યું કે નવદુર્ગાના નવસ્વરૂપ છે. પ્રથમ શૈલપુત્રી, દ્વિતીય બ્રહ્મચારિણી, દુર્ગાનુ સ્વરૂપ ત્રીજુ ચંદ્રધરા, અને ચોથુ સ્વરૂપ કુષ્યાન્ડા, પાંચમા સ્વરૂપનું સ્કંદમાતા અને ત્યારબાદ કાત્યાધીની, કાલરાત્રી મહાગૌરી અને નવમુ અંતિમ સ્વરૂપ સિધ્ધિદાત્રી છ.ે
નવરાત્રીના પાંચમાં દિવસ એટલે ભગવતી કલ્યાણી માતા રાજ રાજેશ્વરીમાં સ્કંદમાતાની આરાધનાનો દિવસ મનાય છે.

દીપક એન. ભટ્ટ
મો. ૯૮રપ૧ પપ૩પ૪

 

(10:19 am IST)