Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

મનમોહનસિંઘની તબિયતના ખબર પૂછતાં નરેન્દ્રભાઈ: મનસુખભાઈ મંડવીયા એમ્સ હોસ્પિટલે રૂબરૂ મળવા ગયા

નાદુરસ્ત તબિયતને કારણે એમ્સમાં દાખલ થયેલા પૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંઘની તબિયતના ખબર પૂછવા આરોગ્ય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા આજે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલે ગયા હતા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ તેમની તબિયતની પૃચ્છા કરી હતી અને એઇમ્સના ડોક્ટરો પાસેથી વિગતો મેળવી હતી. મનમોહન સિંઘને ગઈકાલે તાવ, નબળાઇ અને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબીયત સ્થિર હોવાનું જાણવા મળે છે.

(11:31 am IST)