Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

દેશની પ્રથમ ડીજીટલ બેંક ટૂંક સમયમાં કાર્યરત થશે : રીઝર્વ બેંકે સેન્ટ્રલ અને ભારત પેને લઘુ બેંકનું લાઇસન્સ આપ્યું

નવી સ્મોલ ફાઇનાન્સ બેંકનું નામ યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક હશે

નવી દિલ્હી તા.૧૪: રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ મંગળવારે સેન્ટ્રલ ફાઇનાન્સિયલ સર્વિસિસ લિમિટેડ અને ભારતપેના કન્સોર્ટિયમને સ્મોલ ફાઇનાન્સ બેન્ક (SFB) લાઇસન્સ જારી કર્યું છે. સેન્ટ્રમે એક નિયમનકારી ફાઇલિંગમાં જણાવ્યું હતું કે લગભગ 6 વર્ષના ગાળા બાદ નવું બેંક લાઇસન્સ આપવામાં આવ્યું છે. સેન્ટ્રમ અને ભારતપેની ક્ષમતાઓમાં દર્શાવવામાં આવેલા આત્મવિશ્વાસ માટે અમે આરબીઆઈનો આભાર માન્યો હતો.

નવી સ્મોલ ફાઇનાન્સ બેંકનું નામ યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક હશે. યુનિટી નામ સેન્ટ્રમ અને ભારતપે બંને માટે ઘણી રીતે ખૂબ મહત્વ ધરાવે છે. આ પ્રથમ વખત છે જયારે બે ભાગીદારો એક સાથે બેંકની રચના કરવા આવી રહ્યા છે. સેન્ટ્રમના MSME અને માઇક્રો ફાઇનાન્સ વ્યવસાયોને યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્કમાં મર્જ કરવામાં આવશે તેમ એક નિવેદનમાં જણાવાયું છે.

જણાવી દઈએ કે Centrum-BharatPe એ સંકટગ્રસ્ત સહકારી બેંક પંજાબ અને મહારાષ્ટ્ર સહકારી બેંક હસ્તગત કરી છે. સેન્ટ્રમ અને ડિજિટલ પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર સ્ટાર્ટઅપ કંપની BharatPe RBI તરફથી મંજૂરી મળ્યા બાદ તેમાં 1,800 કરોડ રૂપિયાનું રોકાણ કરવા જઈ રહી છે.સેન્ટ્રમ ફાઇનાન્સિયલ સર્વિસિસે ૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ ના રોજ એક લઘુ બેંક બનાવવા માટે પીએમસી બેંકને હસ્તગત કરવાનો પ્રસ્તાવ મૂકયો હતો. પીએમસી બેંક સપ્ટેમ્બર ૨૦૧૯ થી રિઝર્વ બેંકના વહીવટ હેઠળ કાર્યરત હતી. રોકાણકારોના રૂપિયા ૧૦,૭૨૩ કરોડથી વધુ હજુ પણ આ બેંકમાં ફસાયેલા છે. એ જ રીતે બેંકની લોનની કુલ ૬,૫૦૦ કરોડ રિકવરીમાં અટવાઇ છે જેને NPA તરીકે જાહેર કરવામાં આવી છે.

(3:10 pm IST)