Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

મોટા દિલવાળા નેતાના સમજદાર શબ્દ : અટલજીનો જુનો વિડીયો શેર કરીને વરૂણ ગાંધીએ પોતાની પાર્ટીને ઘેરી

ભાજપ સાંસદ વરૂણ ગાંધીએ ખેડૂતોને લઇને ફરી એક વખત પોતાની પાર્ટીને ઘેરી છે. વરૂણ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો એક જૂનો વીડિયો શેર કરીને લખ્યુ છે- મોટા દિલવાળા નેતાના સમજદાર શબ્દ.

આ વીડિયોમાં અટલ બિહારી વાજપેયી કહી રહ્યા છે- હું સરકારને ચેતવણી આપવા માંગુ છુ, દમનની રીત છોડી દો, ખેડૂતોનેના ડરાવો, અમે ખેડૂતોના આંદોલનનું સમર્થન કરીએ છીએ, અમે ખેડૂતોના આંદોલનમાં ખભાથી ખભા મીલાવીને સાથ આપીશું.

 મહત્વપૂર્ણ છે કે વરૂણ ગાંધી છેલ્લા કેટલાક સમયથી સતત પોતાની સરકારને ઘેરી રહ્યા છે. લખીમપુર ખીરી કાંડને લઇને પણ વરૂણ ગાંધીએ સતત કેટલાક ટ્વીટ કર્યા હતા. વરૂણ ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પત્ર લખીને લખીમપુર ખીરી કાંડમાં ચાર ખેડૂતોના મોતમાં સામેલ લોકો વિરૂદ્ધ હત્યાનો કેસ દાખલ કરવાની માંગ કરી હતી.

 આ પહેલા કોંગ્રેસનું રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં પ્રતિનિધિમંડળે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યુ કે અમે રાષ્ટ્રપતિને કહ્યુ કે આરોપીના પિતા જે ગૃહ રાજ્યમંત્રી છે તેમણે પદ પરથી હટાવી દેવા જોઇએ કારણ કે તેમની હાજરીમાં નિષ્પક્ષ તપાસ શક્ય નથી. આ સિવાય સુ-ીમ કોર્ટના બે વર્તમાન જજો સાથે પણ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. િ-યંકા ગાંધીએ જણાવ્યુ કે મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિએ આજે જ સરકારને આ મામલે ચર્ચા કરવા પર વિશ્વાસ અપાવ્યો છે.

(4:09 pm IST)