Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની શુભેચ્છા મુલાકાતે ગુજરાત રાજયના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલ

રાજકોટ :.. રાજયના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન ખાતાના કેબીનેટ મંત્રીશ્રિ રાઘવજીભાઇ પટેલે દિલ્હી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીજીની શુભેચ્છા મુલાકાત લઇને રાજયના કૃષિ મંત્રીશ્રીએ રાજય સરકાર દ્વારા હાથ ધરાઇ રહેલ કામગીરી અને આગામી આયોજનો અંગે સવિસ્તૃત માહિતી આપી હતી. લગભગ ૧પ મિનીટ સુધી વડાપ્રધાનશ્રી સાથેની આ શુભેચ્છા મુલાકાત વખતે શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની રાજકીય પરિસ્થિતિ તથા રાજયના ખેડૂતોની સમસ્યાઓ અંગેની ચર્ચા શ્રી રાઘવજી પટેલ સાથે કરી હતી, અને રાઘવજી પટેલને તેની કામગીરીમાં સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

(4:09 pm IST)