Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

બાંગ્લાદેશમાં દુર્ગા પૂજાના તહેવારોમાં સંખ્યાબંધ હિન્દુ મંદિરોમાં તોડફોડ: ૨૨ વિસ્તારોમાં પેરામિલીટ્રી ફોર્સ ગોઠવી દેવાયા: ત્રણના મોત: સંખ્યાબંધ નેજા

ઢાકા: બાંગ્લાદેશમાં  દુર્ગાપૂજાના તહેવાર  દરમિયાન હિન્દૂ મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી અને રમખાણ ફાટી નીકળ્યા છે. આ રમખાણમાં ત્રણ લોકોના માર્યા જવાના અને કેટલાક લોકો ઘાયલ થવાના સમાચાર છે. સ્થિતિને કંટ્રોલમાં લેવા માટે બાંગ્લાદેશ સરકારે ૨૨ જિલ્લામાં પેરામિલિટ્રી ફોર્સ તૈનાત કરી દીધી છે. બાંગ્લાદેશી ન્યૂઝ પોર્ટલના કહેવા મુજબ, ઢાકાથી ૧૦૦ કિલોમીટર દૂર કમિલા નામની જગ્યા પર ઇશનિંદાના આરોપ બાદ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. ચાંદપુરના હાજીગંજ, ચત્તોરગ્રામના બાંસખલી અને કૉકસ બજારના પેકુઆમાં મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. સ્થિતિ નિયંત્રણ બહાર ગયેલ અને એક પછી એક  દુર્ગા પૂજા સ્થળો પર રમખાણ ભડકવા લાગ્યા હતા. જેમાં ત્રણ લોકો માર્યા ગયા છે અને કેટલાક ઘાયલ થયા છે. આ ત્રણ મોત ચાંદપુરના હાજીગંજ વિસ્તારમાં પોલીસ અને ભીડ વચ્ચે અથડામણ દરમિયાન થયા હતા. સ્થિતિ હાથમાંથી બહાર જતા જોઇ બાંગ્લાદેશ સરકારે રેપિડ એક્શન બટાલિયન , એન્ટી ટેરરિઝમ યૂનિટ અને પેરામિલિટ્રી ફોર્સ ખડકી દીધા છે.

દરમિયાન 'બાંગ્લાદેશ હિન્દુ એકતા પરિષદે' સોશિયલ મીડિયા દ્વારા આ સંદર્ભે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે સ્થાનિક ઇસ્લામિક ઉગ્રવાદીઓએ નવરાત્રિ દરમિયાન હિન્દુ શ્રદ્ધાળુઓને શંખનિધિ મંદિરમાં દેવી દુર્ગાની પૂજા કરવા દીધી ન હતી.

(4:26 pm IST)